Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

અમદાવાદના જુહાપુરા નજીક ફતેવાડી વિસ્તારમાં મહિલાને પતિનું દેવું પુરી દેવાનું કહી લગ્ન કરવા મજબુર કરનાર નરાધમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

અમદાવાદ: શહેરનાફતેવાડી વિસ્તારમાં ૩૪ વર્ષની મહિલા તેના પતિ સસરા અને બાળકો સાથે રહે છે.અગાઉ તેઓ શાહપુર રહેતા હતા ત્યારે મહિલાના પતિને તેમના નાનપણના મિત્ર અલ્તાફ શેખ સાથે મિત્રતા હતી. બાદમાં મહિલા પરિવાર સાથે ફતેવાડી રહેવા આવી ગઈ હતી. તે સિવાય પતિનો મોબાઈલ કોવાઈ જતા તેમને અલ્તાફ સાથે કોઈ સંપર્ક રહ્યો હતો. દરમિયાન મહિલા તેમના દિયર સાથે બહાર જવાનું હોવાથી તેમના ફ્લેટ નીચે ઉભા હતા ત્યારે લોડીંગ રિક્ષા લઈને અલ્તાફ ત્યાં આવ્યો હતો. તેણે મહિલાને જોઈને તમે અહીં રહેવા આવી ગયા કહીને મહિલા પાસે તેના પતિનો નંબર માંગ્યો હતો. જોકે મહિલાના દિયરે ભુલથી તેના ભાભીનો નંબર આપી દીધો હતો.

બીજીતરફ મહિલાના પતિને રૃ.૧૦ હજારની જરૃર પડતા મહિલાએ અલ્તાફને લોન આપવા કહ્યું હતું. તે સિવાય મહિલાના દિકરાનો ફોન તુટી જતા મોબાઈલની પણ વાત કરી હતી. ૧૮ જુનના રોજ અલ્તાફ જુનો ફોન લઈને મહિલાના ઘરે આવ્યો હતો અને તેના દિકરાને ફોન આપ્યો હતો. બાદમાં અલ્તાફ નીચે જતો રહ્યો હતો અને મહિલાને ફોન કરીને વાત કરવા બોલાવી હતી. બાદમાં અલ્તાફ મહિલાને બાઈક પર વાત કરવાને બહાને લઈ ગયો હતો અને હું તારા પતિનું દેવુ પુરૃ કરી દઈશ તુ મારી સાથે લગ્ન કરી લે કહ્યું હતું. મહિલાએ ઈન્કાર કરતા અલ્તાફે તેનો હાથ પકડીને તુ મને ખુબ ગમે છે મારી સાથે લગ્ન કરી લે કહીને છેડછાડ કરવા લાગ્યો હતો. દરમિયાન હિલાના પતિનો ફોન આવતા અલ્તાફ મહિલાને તેના ઘર પાસે મુકી ગયો હતો. અંગે મહિલાએ તેના પતિને વાત કરતા તેમણે વેજલપુર પોલીસ સ્ટેશનમાં અલ્તાફ શેખ સામે ફરિયાદ નોંધાવી હતી.

(5:37 pm IST)