Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

બનાસકાંઠા જીલ્લાના પાલનપુરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદઃ વેડંચાથી હોડા ગામનો જાડતો લડબી નદી ઉપરનો પુલ કાગળની જેમ તૂટી પડ્યો

બનસકાંઠા: સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પાલનપુરમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વહેલી સવારથી જ પાલનપુરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. ત્યારે સિઝનના પહેલા વરસાદે તંત્રની પોલ ખોલી છે. પાલનપુર તાલુકાના વેડંચાથી હોડા ગામને જોડતો લડબી નદી પરના પુલનો રોડ પ્રથમ વરસાદમાં કાગળની જેમ તૂટી પડ્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠાના અનેક વિસ્તારમાં વહેલી સવારથી વરસાદનું આગમન થઈ ગયું હતું. સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પાલનપુરમાં ધોધમાર વરસાદ તો દાંતા અને વડગામમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. પાલનપુરમાં વહેલી સવારથી જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી.

(5:28 pm IST)