Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

રોજની ૧૪૪૦ મીનીટમાંથી ૨૦ મીનીટ યોગ માટે ફાળવો તો તંદુરસ્ત રહેશોઃ પ્રભુ સ્વામી

સુરત ગુરૂકુળમાં યોગદિનની ઉજવણીઃ સંતો-છાત્રોએ યોગ કર્યા

સુરત વેડ રોડ ગુરૂકુળ ખાતે આજે સંતો અને વિદ્યાર્થીઓએ યોગ કરી યોગદિનની ઉજવણી કરેલ તે પ્રસંગની તસ્વીર

રાજકોટ, તા. ૨૧ :. રોગ અને ભોગમાં પીસાતો ને પછડાતો માણસ તેનાથી છૂટકારો મેળવવા પ્રયત્ન કરે છે. આપણા ઋષિમુનિઓએ કહેલું જ છે કે 'ભોગે રોગ ભયમ' જીભને ગમતું ચટાકેદાર ખાવું , ભૂખ વિનાનું ખાવું એ રોગને આશરો આપનારું બને છે. એમ આજે વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલના શ્રી પ્રભુ સ્વામીએ યોગ દિવસે યુવાનોને સંબોધતા કહ્યું હતું.

વધુમાં તેઓશ્રીએ કહેલ કે યોગ એટલે જોડાવું મનને કાબુમાં રાખવું. મર્યાદિત આચાર અને વર્તન રાખવા. આ માટે મહર્ષિ પતંજલિ મુનિએ મુકિતના આઠ દરવાજા બતાવ્યા છે.તે છે અષ્ટાંગ યોગ. યોગ દ્વારા દુઃખથી મુકિત મેળવી શકાય છે. 'યોગ ભગાડે રોગ' યોગ  માટે આખા દિવસની ૧૪૪૦ મિનિટમાંથી ફકત ૨૦મિનિટ જ સમય ફાળવે તો તેની શારીરિક ર્તદુરસ્તી જરૂર જળવાઈ રહે ઁ   હોસ્પિટલોના ખર્ચા, ચિંતા અને સમય બચે છે. એ સમયનો ધંધા બીઝનેસ અને પરિવાર માટે ઉપયોગ કરવાથી આર્થિક અને માનસિક ફાયદો અવશ્ય થાય છે. .

વર્લ્ડ યોગા દિન મનાવવાની વિશ્વભરમાં ભારતે શરૂઆત કરાવી છે. રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલમાં તેના સ્થાપના કાળ સને ૧૯૪૮થી ગુરુકુલના સંસ્થાપક ગુરૂદેવશાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ વિદ્યાર્થીઓને યોગાસન કરાવવાનો પ્રારંભ કરેલ. આજે તેની ૪૪ શાખાઓમાં યોગાસનો  કરાવાય છે.

શ્રી પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના શ્રી યોગદર્શનદાસ સ્વામી તથા શ્રી યોગ સ્વરૂપદાસ સ્વામીએ યોગાચાર્ય સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ સંતો યુવાનો અને વિદ્યાર્થીઓને યોગા કરાવી રહ્યા છે.

આજે સાતમા વિશ્વ યોગા દિવસે સુરત વેડ રોડ શ્રી સ્વામિનારાયલ ગુરુકુલમાં સંતોએ તથા કોરોનાના સમયમાં ઘરે રહીને યોગા કરતા થોડા વિદ્યાર્થીઓએ યોગા કરેલ.

(3:26 pm IST)