Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

ગુજરાત વેકસીનેશનમાં સૌથી મોખરે છેઃ કેન્દ્ર સરકારે ગુજરાતને સવા બે કરોડ ડોઝ આપ્યાઃ વિજયભાઈ

અમદાવાદ, તા. ર૧:  કેંન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ રવિવારે મોડી રાત્રે પોતાના બે દિવસીય ગુજરાત પ્રવાસ માટે અમદાવાદ પહોંચ્યા હતા. આજે તેઓ ખોડીયાર કંન્ટેનર જંકશન, વૈષ્ણવદેવી ફ્લાયઓવરનું લોકાપર્ણ કરેલ.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે નવનિર્મિત ૬ લેન બ્રિજ જે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ટ્રાફિકની સમસ્યાને હળવી કરશે. ૧૭ કરોડના ખર્ચે આ ફલાય ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. ચિલોડા - ગાંધીનગર - સરખેજ સુધીના આ બ્રિજના નિર્માણથી સમયની પણ બચત થશે.

આ ઉપરાંત વેકસીનને લઇને કહ્યું હતું કે આજે ૨૧મી જૂને યોગા દિવસ અને વેકિસનેશન મહા અભિયાન દેશભરમાં શરૂ થઈ રહ્યું છે. ત્યારે કોરોનાની ત્રીજી લહેરની સંભાવના જોતા લાગે છે કે વેકેશનમાં આવશ્યક છે. ગુજરાત વેકસીનેશનમાં સૌથી મોખરે છે. કેન્દ્ર સરકારે ગુજરાતને સવા બે કરોડ ડોઝ આપી દીધા છે. ગુજરાતની જનતાને અપીલ કરું છું આ મહા અભિયાન અંતર્ગત ગુજરાત કોઈ ગુજરાતી બાકી ન રહે વેકિસનેશન સંપૂર્ણ પૂરું કરવામાં આવશે.

૧૮ થી ૪૪ વર્ષની વયજૂથની વ્યકિતઓને હવેથી વૉક-ઈન વેકિસનેશન લઇ શકશે. વેકિસનેશન માટે સહુ સજાગ થાય અને હર એક વ્યકિત વેકિસન લે એટલું જ નહીં વેકિસનેશન માટે પ્રત્યેક વ્યકિત પોતાની જવાબદારી સમજે એવા ઉદ્દેશ સાથે વેકિસનેશન મહાઅભિયાનનું આયોજન કરાયું છે. વ્યાપક અને સમયબદ્ધ વેકિસનેશન માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનું છું. ગુજરાતના તમામ નાગરિકોને વિનામૂલ્યે વેકિસન મળી રહે એ માટે ભારત સરકારે વેકિસનનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ કરાવ્યો છે. રાજ્યમાં તમામ વયજૂથના નાગરિકોને વિનામૂલ્યે વેકિસન અપાશે.

બીજી વેવમાં કેસ ઘટી રહ્યા છે ત્યારે આપણે કોરોના મુકત બનીએ. કેંદ્રીય મંત્રીનો પણ આભાર વ્યકત કર્યો હતો. ગુજરાતમાં ૫૦૦૦ સેન્ટર ઉપર પાંચ લાખ લોકો ભાગ લે તે લક્ષ તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે.

(3:25 pm IST)