Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

ગાય ચોરી બાદ, આરોપી દ્વારા થયેલ કૃત્ય સામે સુરત ગૌપ્રેમીઓ વ્યથિત

આરોપીઓ દ્વારા ૮ થી ૯ હજારમાં વેચાણ થતી હોવાની ચોંકાવનારી વિગતો ખૂલવા પામી છે : ચેપ પ્રસરતો રોકવા પોલીસ કમિશનરને રજૂઆત

રાજકોટ તા..૨૧: સુરત શહેરમાં પશુ ચાલકોની ગાય ચોરી જવાના બનાવોના વધતા જતા બનાવો તથા નવસારી બજાર ભરવાડ ફળીયામાંથી ગૌની ચોરી તથા તે બાદની તપાસમાં જે કરૂણ દ્રશ્યો બહાર આવ્યા તેનાથી ગૌ પ્રેમીઓ વ્યથિત થયા છે.

ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું રોકવા માટે સુરતના કાર્યદક્ષ પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરી સમગ્ર મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સુપરત કરવા માંગ થયેલ છે.

અત્રે યાદ રહે કે સુરતના જગાભાઈ ભરવાડની ગુમ થયેલ ગાય સંદર્ભે ગૌ પ્રેમીઓ દ્વારા અઠવા લાઈન પોલીસ સ્ટાફની સાથે રહી સીસીટીવી કેમેરા ચેક કરતા અને ટેમ્પો નંબર શોધી કાઢ્યો હતો.આરોપીઓ દ્વારા જે ક્રૂરતા આચરવામાં આવી છે તેનાથી તમામ વ્યથિત બન્યા છે.આ બાબતને ગંભીર ગણી ક્રાઇમ બ્રાન્ચ  મારફત તપાસ કરવવા માટે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.

(3:24 pm IST)