Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

વિશ્વયોગ દિન પ્રસંગે SGVP ગુરુકુલના સંતો અને શિક્ષકો યોગાસન અને સૂર્ય નમસ્કારમાં જોડાયા

અમદાવાદ તા. ૨૧ કોરોના મહામારીના સમયગાળા દરમિયાન વ્યક્તિનું સ્વાસ્થ્ય જળવાય રહે અને રોગ પ્રતિકારક ક્ષમતા વધે માટે યોગાસન, ધ્યાન,  પ્રાણાયામ અને સૂર્યનમસ્કાર દરરોજ કરવા જોઇએ.

  હિન્દુ શાસ્ત્રના બ્રહ્મવૈવર્ત પુરાણમાં સૂર્ય-પૂજા અને સૂર્ય નમસ્કારનો ખૂબજ મહિમા વર્ણવાયો છે. સૂર્ય ઉર્જાથી આપણું જીવન ટકી રહેલ  છે. સૂર્ય નારાયણ પ્રત્યક્ષ દેવ છે. તે તમામ રોગોને નાશ કરે છે.

માનવ જીવનમાં પ્રાણાયામ અને યોગાસનનું મહત્વ દર્શાવવા માટે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને પ્રયત્નોથી, દર વર્ષે ૨૧ જૂનમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યોગ કોરોનાના કઠિન કાળમાં આશાનું કિરણ બન્યું છે, યોગ કઠિન સમયમાં આત્મબળ પુરું પાડે છે.

SGVP ગુરુકુલમાં શા. માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી વિશ્વયોગ દિન પ્રસંગે વહેલી સવારે સમૂહ યોગાસન અને સૂર્ય નમસ્કારનો ખાસ કાર્યક્રમ યોજાયો હતો.

 જેમાં SGVP ગુરુકુલના સંતો, પાર્ષદો, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય સહિત શિક્ષકો, પૂજારી ઋષિકુમારો જોડાયા હતા.

(2:01 pm IST)