Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

મહીસાગર અને બનાસકાંઠામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો

ખાનપુર, લુણાવાડા, વિરપુર, કડાણામાં વરસાદ : પાલનપુર-આબુ હાઈવે ઉપર પાણી ભરાયા

અમદાવાદ : મહીસાગરમાં વરસાદી માહોલ જામ્યો છે, ખાનપુર, લુણાવાડા, વિરપુર, કડાણામાં વહેલી સવારથી જ સારો એવો વરસાદ વરસી રહ્યો છે મહીસાગરના અંતરિયાળ વિસ્તારમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે

 બનાસકાંઠામાં પણ વહેલી સવારે વરસાદનું આગમન થયું છે વરસાદથી રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા છે તો વરસાદને કારણે પાલનપુર-આબુ હાઈવે ઉપર પાણી ભરાયા છે.

(1:31 pm IST)