Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

ગુજરાતમાં નવા ડ્રાઇવીંગ લાઇસન્‍સ ‘બારકોડવાળા'

રાજય સરકાર દ્વારા ટેન્‍ડર પ્રક્રિયાઃ વાહન ચાલકે કેટલી વખત નિયમ ભંગ કર્યો તેની માહિતી પોલીસ અને આર.ટી.ઓ.ના અધિકારીઓના આંગળીના ટેરવે રહેશે

રાજકોટ તા. ર૧ :.. રાજયમાં હાલ અપાતા ચીપ્‍સવાળા વીઝીટીંગ કાર્ડ જેવા ડ્રાઇવીંગ લાઇસન્‍સના બદલે લગભગ એટલી જ સાઇઝના બારકોડવાળા ડ્રાઇવીંગ લાઇસન્‍સ આપવાનું નકકી થયુ છે. હાલ તેના માટે ટેન્‍ડર પ્રક્રિયા ચાલી રહી છે. એકાદ મહિના પછી બારકોડવાળા ડ્રાઇવીંગ લાઇસન્‍સ અમલમાં આવી જનાર હોવાનું સરકારી સૂત્રો જણાવે છે. હવે પછી જે નવા લાઇસન્‍સ અપાય અથવા રીન્‍યુ કરવામાં આવે તે બારકોડવાળા હશે. હાલના જુના લાઇસન્‍સ એક સાથે નહિ બદલાય.

બારકોડવાળા લાઇસન્‍સ હાલના લાયસન્‍સના કરતા વધુ આધુનિક પ્રકારના હશે. પોલીસ, આર. ટી. ઓ.ના અધિકારીઓ બારકોડના આધારે ગમે ત્‍યારે લાઇન્‍સ ધારકની વાહન ચલાવવા સબંધી તપાસ પળવાળમાં કરી શકશે. ટ્રાફિક નિયમના ભંગ બદલના તમામ કેસનો રેકોર્ડ રહેશે. અધિકૃત અધિકારી ગમે ત્‍યારે તે ઓનલાઇન જોઇ શકશે. વારંવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા ટેવાયેલા વાહન ચાલકો માટે બારકોડવાળા લાઇસન્‍સ લાલબતી સમાન બનશે.

(12:35 pm IST)