Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

હિંમતનગરના ૬૧ વર્ષિય મહેન્દ્રસિંહ રાજપુત કરે છે સ્વીમીંગ પુલમાં પાણીમાં યોગ

એમની સાથે રહીને મિત્રો પણ પાણીમાં યોગ કરતા શીખી ગયા

સાબરકાંઠાના હિંમતનગરના ૬૧ વર્ષિય મહેન્દ્રસિંહ રાજપુત સ્વીમીંગ પુલમાં પાણીમાં યોગ કરીને બધાને ચકિત કરી નાખે છે. તમામ પ્રકારના યોગ પાણીમાં કરે છે. તા.૨૧ જૂન વિશ્વ યોગ દિવસ છે. જેને લઈને વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી થાય છે ત્યારે આજે સાબરકાંઠા જિલ્લામાં પણ લાખો લોકો ઘરે બેઠા યોગ કરી રહ્યા છે. યોગથી શરીર અને મન પ્રફુલ્લિત થાય છે. તમે કદાચ સાંભળ્યુ હશે કે પહેલાના જમાનામાં ઋષિ મુનિઓ પાણીમાં યોગ કરતા હતા અને પાણીમાં ચાલતા હતા. આમ તો ખાસ કરીને લોકો જમીન પર, ગ્રાઉન્ડમાં કે ગાર્ડનમાં યોગ કરતા હોય છે. ત્યારે હિંમતનગરના મહેન્દ્રસિંહ રાજપુત પાણીમાં યોગ કરે છે.

   મહેન્દ્રસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, હું બાળપણથી જ જમીન પર જ યોગ કરતો હતો પરંતુ છેલ્લા ૧૫ વર્ષથી હિંમતનગરમાં સ્વીમીંગ પુલ ચાલુ થયો ત્યારથી હું સ્વીમીંગ કરવા આવતો હતો. મેં દંત કથાઓ અને વાર્તાઓમાં સાંભળ્યુ હતું કે આપના ઋષિઓ યોગ કરતા હતા. મને વિચાર આવ્યો કે હું પણ પાણીમાં યોગ કરૂ અને મેં પાણીમાં યોગ કરવાનુ શરૂ કર્યું. મને પાણીમાં યોગ કરવાથી મજા આવે છે અને મન પણ પ્રફુલ્લિત થાય છે. મારી સાથે રહીને કેટલાક મિત્રો પાણીમાં યોગ કરતા શીખી ગયા છે

(4:47 pm IST)