Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

ચાલુ વાહને મોબાઈલમાં વાત કરનારા ચેતજો :સુરત RTOની મોટી કાર્યવાહી :406 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા

ટ્રાફિક પોલીસના મેમોના આધારે RTOએ મોટી કાર્યવાહી કરી: નિયમ ભંગ બદલ 90 દિવસ લાયસન્સ સસ્પેન્ડ થશે.

સુરત ટ્રાફિક પોલીસના મેમોના આધારે RTOએ મોટી કાર્યવાહી કરી છે અને 406 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. નિયમ ભંગ બદલ 90 દિવસ લાયસન્સ સસ્પેન્ડ થશે.

સુરતમાં છેલ્લાં ઘણા સમયથી ધૂમ સ્ટાઈલમાં જોખમી ડ્રાઇવિંગે પણ મુશ્કેલી નોતરી છે. ત્યારે ટ્રાફિક પોલીસે મોટી કાર્યવાહી કરતા મોબાઈલ પર વાત કરનાર 406 વાહનમાલિકોના લાઇસન્સ સસ્પેન્ડ કરવાની કામગીરી હાથ ધરી છે. ટ્રાફિક પોલીસે ફટકારેલા મેમોના આધારે સુરત RTO દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે.

ટ્રાફિક પોલીસે ફટકારેલા મેમોના આધારે સુરત આરટીઓેએ છેલ્લા પાંચ મહિનામાં 406 વાહનમાલિકના ડ્રાઇવિંગ લાઇસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે. જોખમી ડ્રાઇવિંગ અને મોબાઇલ પર વાત કરતા ઝડપાયેલા વાહનમાલિકોના લાઇસન્સ સસ્પેન્ડ કરાયા છે.

  રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક મળી હતી. વારંવાર જે જગ્યા પર અકસ્માત થતાં હોય તે સ્થળની મુલાકાત લઇ ત્યાં આકસ્માત રોકી શકાય તે માટે પગલાં ભરવામાં આવે છે. એટલું જ નહીં શહેરના સર્કલ કે અન્ય કોઇ સ્થળ ઉપર કે જ્યાં અકસ્માતની સંભાવના હોય તે સ્થળ પરની ડિઝાઇનમાં ફેરફાર કરી અકસ્માત રોકવા અંગેના ભગીરથ પ્રયાસ કરવામાં આવે છે.

(12:31 pm IST)