Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

પોલીસનું અભિયાન રંગ લાવશો:અફવાઓનો ભોગ ન બનો અને રસીકરણ કરાવો: વલસાડ સીટી પોલીસની ટીમ લોકોને જાગૃત કરવા ઘેર ઘેર પહોંચી

ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણ ઘટી રહ્યું છે. જેને લઈને સુરત રેન્જ વડા એડી.ડીજી. ડો રાજકુમાર પાંડિયન,વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલા મેદાનમાં આવ્યા: લોકોને ધેર ધેર જઈ સમજણ આપવા પોલીસની જાગ્રુતિ પહેલ: સીટી પીઆઈ વી.ડી.મોરી,પીએસઆઈ વસાવા ,પોલીસ જવાન રાજકુમાર ઉપાધ્યાય તેમજ પોલીસ ની ટીમ સતત દોડી રહી છે

અફવવ (કાર્તિક  બાવીશી દ્વારા)પોલીસ માત્ર દંડ નહીં, દંડા નહીં પણ માનવતા ની છબી ધરાવે છે તેનું ઉતમ ઉદાહરણ વલસાડ પોલીસ વિભાગ દ્વારા પોલીસ મથક હદ વિસ્તારમાં યુવા રસીકરણ અંગે લોકોમાં રહેલી અફવા દૂર કરી રસિકરણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં તિથલ, હનુમાનભાગડા, ભગડાવડા અને કોસંબા સહિતના વિસ્તારોમાં યુવા રસીકરણ અંગે લોકોમાં રહેલી અફવા અને ગેરસમજો દૂર કરી યુવાનોમાં રસીકરણ અંગે જાગૃતિ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં વલસાડ સીટી પોલીસે 500થી વધુ યુવાનોનું રજીસ્ટેશન કરવામાં આવ્યું છે.વલસાડ જિલ્લામાં 100% રસીકરણ ઝુંબેશ લક્ષ્યાંક સાથે આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. લોકોમાં કોરોના રસી અંગે ઉભી થયેલી ગેરસમજ અને અફવાઓને લઈને યુવા રસીકરણ ઘટી રહ્યું હતું. શહેરી વિસ્તારમાં રસીકરણ વધી રહ્યું છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણ ઘટી રહ્યું છે. જેને લઈને સુરત રેન્જ વડા એડી.ડીજી. ડો રાજકુમાર પાંડિયન, વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાની સૂચના મુજબ વલસાડ સીટી વી.ડી.મોરીના માર્ગદર્શન હેઠળ વલસાડ સીટી પોલીસ મથક હદ વિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં યુવાનોમાં રસીકરણ વધારવાની અને જન રસીકરણ અંગે જાગૃતિ વધારવા એક ઝુંબેશ હાથ ધરી હતી.
ઝુંબેશમાં પીએસઆઈ વસાવા, પો.કો રાજકુમાર, કલ્પેશભાઈ સહિતના પોલીસ જવાનો દ્વારા કોસંબા, તિથલ, ભાગડાવડા, હનુમાનભાગડા સહિતના વિસ્તારોમાં રસીકરણ જાગૃતિ કરવામાં આવી હતી. ગામેગામ અને મહોલ્લાઓમાં પોલીસની ટીમે જઈને જનજાગૃતિ કરીને 500થી વધુ લોકોના સીટી પોલીસે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણ ઘટી રહ્યું છે. જેને લઈને સુરત રેન્જ વડા એડી.ડીજી. ડો રાજકુમાર પાંડિયન,વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલા મેદાનમાં આવ્યા છે અને તેમના માર્ગદર્શન થી પોલીસ લોકો ને સમજાવવા ધેર ધેર જઈ સમજણ આપે છે પોલીસે જે જાગ્રુતિ પહેલ કરી છે તેની ની ઠેર ઠેર પ્રશંસા થઈ રહી  છે   વલસાડ સીટી પીઆઈ
વી.ડી.મોરી,પીએસઆઈ વસાવા ,પોલીસ જવાન રાજકુમાર ઉપાધ્યાય તેમજ પોલીસ ની ટીમ  સતત દોડી રહી  છે

(11:31 am IST)