Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

રાજપીપળા શાકમાર્કેટમાં આંકડા લખનાર 02 શખ્સોને રૂ.૯૧૦૦ સાથે પોલીસે ઝડપી પાડ્યા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા પોલીસે શાકમાર્કેટમાં આંકડાનો વેપલો કરતા બે શખ્સો ને રોકડા રૂપિયા સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી કરી છે.
   મળતી માહિતી મુજબ રાજપીપળા પોલીસ ટાઉન વિસ્તારમાં ચેકિંગમાં હતી ત્યારે શાક માર્કેટ વિસ્તારમાં તા.19 જૂને બપોરે 3.30 કલાકે ત્યાં આંકડાનો ધંધો કરતા હનિફભાઇ નઝરમહેમદ કુરેશી (રહે.કબાવાડ રાજપીપલા) તથા નિઝામ યુસુફભાઇ મન્સુરી ( રહે. દરબારરોડ,રાજપીપળા) ના ઓવરલી આકડા લખી લખાવી લઇ જુગાર રમી રમાડતા આંકડા લખવાના સાહિત્ય સાથે કુલ મુદામાલ રૂ .૯,૧૦૦ સાથે પકડાઇ જતા પોલીસે બંને સામે ગુનો દાખલ કર્યો છે.

(10:04 pm IST)