Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

વણઝર ગામમાંથી પોલીસે 02 દેશી દારૂની ભઠ્ઠીનો સફાયો કરી રૂ.4,400 નો મુદામાલ જપ્ત કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વણઝર ગામની સીમના કોતર માં ચાલતી દેશી દારૂ બનવવાની બે ભઠ્ઠીઓનો રાજપીપળા પોલીસે નાશ કરી મુદામાલ જપ્ત કર્યો છે
 આ અંગે મળતી માહિતી મુજબ રાજપીપળા પોલીસ પ્રોહીબીસન ની રેડમાં નીકળી હતી તે દરમ્યાન વણઝર ગામની સીમમાં આવેલા કોતરમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી બાબતે બાતમી મળતા નટુભાઈ અમરાભાઈ વસાવા (રહે.વણઝર )ની ભઠ્ઠી પરથી એક હાજર લીટર વોશ જેની કિંમત રૂપિયા 2000 તેમજ બીજી ભઠ્ઠી ચલાવતા શૈલેષ મધુભાઈ વસાવા,રહે.વણઝર નાઓની ભઠ્ઠી પરથી પોલીસે 1200 લીટર વોશ કિંમત રૂ.2400 મળી કુલ રૂપિયા 4,400 નો દારૂ બનવવાનો મુદામાલ પકડી પાડ્યો હતો જોકે રેડ દરમ્યાન આ બંને શખ્સો પોલીસને જોઈ કોતર માંથી ભાગી છૂટ્યા હોય તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:00 pm IST)