Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

મોડાસાના છાત્રેસ્વરીમા એક અઠવાડિયાથી વીજ પુરવઠો બંધ : 200 ઘરોમાં અંધારા:ગ્રામજનોએ હોબાળો મચાવ્યો

વીજળી નહીં હોવાથી પીવાના પાણી તેમજ પશુઓ માટે પાણીની સમસ્યા: યુજીવીસીએલ કચેરી સામે ધરણા કરવાની ચીમકી

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના છત્રેસ્વરી ગામે છેલ્લા અઠવાડીયાથી ખેતી વિષયક અને જ્યોતિગ્રામ હેઠળ અપાતો વીજ પુરવઠો બંધ રહેતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. વીજ પુરવઠો પૂર્વવત નહિ કરાય તો યુજીવીસીએલ કચે રી આગળ ધારણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

 

મોડાસા તાલુકાના દાવલી ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારના છાત્રેસ્વરી ગામે 200 ઘરોની 1000 વસ્તી વસવાટ કરે છે. હાથમતી જળાશયમાં જમીન જતા પુનર્વસવાટમાં ગામે રહેતા પરિવારો વર્ષોથી છુટા છવાયા રહી રહ્યા છે. ગામમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા જ્યોતિ ગ્રામ અને ખેતીવિષયક વીજ જોડાણો આપવામાં આવ્યા છે. ત્યારે છેલ્લા એક અઠવાડીયા થી ગામમાં વીજ પુરવઠો બંધ થઇ જતા ગ્રામજનો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે.

અઠવાડિયાથી વીજ પુરવઠાના અભાવે લોકોને હાલ પીવાના પાણી તેમજ પશુઓ માટે પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અંગે ગ્રામજનો દ્વારા વીજ કંપનીમાં વારંવાર રજુઆતો કરવા છતાં વીજ પુરવઠો પૂર્વવત નહિ કરવામાં આવતા ગ્રામજનોએ આજે હોબાળો મહાવ્યો હતો. જો પુરવઠો પૂર્વવત નહિ કરાય તો વીજ કંપની ની કચેરી આગળ ધારણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

(10:00 pm IST)