Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

સ્નાન કરતી યુવતીનો વિડિઓ ઉતારી વાયરલ કરવા ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું : છ માસનો ગર્ભ રહી ગયો !

સુરતના અમરોલીની ચકચારી ઘટના :યુવતીની પોલીસ ફરિયાદથી ફફડેલા યુવકે લગ્નની તૈયારી બતાવી ફરી બળાત્કાર કર્યો :અંતે મામલો પોલીસ મથકે પહોંચ્યો

સુરતના અમરોલીમાં એક યુવતીનો સ્નાન કરતો વિડિઓ ઉતારીને ધમકી આપીને દુષ્કર્મ ગુજાર્યાનો કિસ્સો બહાર આવ્યો છે યુવતીએ શરીર સંબંધ બાંધવાની ના પાડતા તેનો ન્હાતો વીડિયો ઉતારી અને વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુ હોવાની અને  ઘટનામાં ભોગ બનનાર યુવતીને 6 માસનો ગર્ભ રહી ગયો હોવાની વાત બહાર આવી છે

 સુરતની ચકચારી ઘટનામાં યુવતીએ આખરે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યુ હતું. યુવતી પોલીસમાં ગઈ હોવાની જાણ થતાં આરોપીએ વીડિયો ડિલીટ કરી દીધો હતો  મામલે અમરોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે       મળતા હેવાલ મુજબ યુવતીની પોલીસ ફરિયાદથી ફફડી ઉઠેલા આરોપીએ ગભરાઈને લગ્ન કરવાની પણ તૈયારી દર્શાવી હતી. જોકે, લગ્નની તૈયારી દર્શાવી અને યુવકે ફરી યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યુ હોવાની ઘટના સામે આવી છે. અંતે યુવતીએ કંટાળીને માતાપિતાને જાણ કરતા મામલો અમરોલી પોલીસ મથકમાં પહોંચ્યો હતોયુવતીની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલાં સુરતમાં પિતાએ પુત્રી પર દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી હતીસુરતના કીમ નજીક પીપોદરા દાળમિલ નજીક હેવાન પિતાએ સંબધોની હદ પાર કરી પત્નિ સહિત પરિવારજનોની હાજરીમાં મોડી રાત્રે સગીર પુત્રી ઉપર દુષ્કર્મ આચરી કોસંબા પોલીસ મથકે સગા બાપ સામે બળાત્કારનો ગુનો નોંધાતા ચકચાર મચી ગઇ હતી ત્યારે ફરી એક દુષ્કર્મની ઘટના બનતા ઘટના સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

(9:59 pm IST)