Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ધાનેરામાં ખોટા દસ્તાવેજ બનાવી ગૌચર જમીનમાં કૌભાંડ:TDO, તલાટી, સરપંચ સહિત ચાર સામે ફરિયાદ:ચકચાર

ફરજમાં બેદરકારી, ખોટા દસ્તાવેજ બનાવી જમીન પચાવવાનું ષડયંત્ર રચ્યુંનો આરોપ

બનાસકાંઠાઃ ધાનેરામાં ગૌચર જમીન મામલે તત્કાલીન ટીડીઓ, તલાટી અને સરપંચ સહિત ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે આ અંગે તત્કાલીન સર્કલ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઇ છે.
   મળતી વિગત મુજબ ધાનેરામાં ગૌચર જમીનમાં કૌભાંડ આચર્યાની ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ જમીન દફતર વિભાગના અધિકારી એમ બી રાવે નોંધાવી છે. જેમાં તત્કાલીન ટીડીઓ મફતલાલ જોશી, સર્કલ ઇન્સ્પેક્ટર ભેમજી પટેલ, તલાટી જે સી બારોટ તથા તત્કાલીન સમલવાડાના સરપંચ કંચન ઘટાડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
   ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણએ ફરજમાં બેદરકારી, ખોટા દસ્તાવેજ બનાવી જમીન પચાવવાનું ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે પ્રાથમિક વિગત નોંધી વધુ તપાસ હાથ ધરી છે, તો આગામી દિવસોમાં આ મામલે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી શકે છે

(8:40 pm IST)