Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

તારાપુરની સીમમાં રસ્તાની બાબતે થયેલ તકરારમાં ચાર શખ્સોનો માતા-પુત્ર પર લાકડીથી જીવલેણ હુમલો

તારાપુર: શહેરની તાડા હનુમાન સીમમાં ગઈકાલે સવારના સુમારે રસ્તાની બાબતે થયેલી તકરારમાં ચાર શખ્સોએ લાકડીઓ લઈને પુત્ર-માતા અને સાસુને માર મારતાં સાસુને સાથળના ભાગે ફેક્ચર થઈ જવા પામ્યું હતુ. આ અંગે તારાપુર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી કોકિલાબેન રમેશભાઈ રાઠોડના ખેતરની નજીકમાં જ અંબુભાઈ પરમારનું ખેતર આવેલું છે. ગઈકાલે સવારના આઠેક વાગ્યાના સુમારે વિજયભાઈ અંબુભાઈ પરમાર, અજયભાઈ અંબુભાઈ પરમાર, રાજુભાઈ કાંતિભાઈ પરમાર અને કાંતિભાઈ મંગળભાઈ પરમાર લાકડીઓ લઈને આવી ચઢ્યા હતા અને કોકિલાબેનને ખેતરમાં જવાની વાડ કાઢી નાંખવાનું જણાવ્યું હતુ. જેથી કોકિલાબેને અમારા ખેતરમાં પણ જવાનો રસ્તો કરી આપો તેમ કહેતાં જ ચારેય જણાં ઉશ્કેરાઈ ગયા હતા અને ગમે તેવી ગાળો બોલીને કોકિલાબેનને બરડાના ભાગે લાકડીની ઝાપોટ મારી દીધી હતી. જેથી તેમનો પુત્ર કેતન તથા સાસુ શાંતાબેન વચ્ચે પડતાં તેમને પણ લાકડીઓથી માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

(5:31 pm IST)