Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બપોરના સુમારે ચોક્કસ માહિતીના આધારે વાસદ નજીકથી 19 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રકની અટકાયત કરી

આણંદ:લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આજે બપોરના સુમારે મળેલી એક ચોક્કસ માહિતીના આધારે વાસદ પાસે વોચ ગોઠવીને ૧૯.૦૮ લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડીને કુલ ૪૫.૪૬ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર આજે બપોરના સુમારે એલસીબી પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે, હરિયાણા તરફથી એક ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને વાસદની હરિઓમ દાલબાટીના પાર્કિંગમાં ડીલીવરી લેવા આવનારની રાહ જોઈ રહ્યા છે. જેના આધારે પોલીસની ટીમ તુરંત જ વાસદ પહોંચી ગઈ હતી અને ટ્રક સાથે ત્રણ શખ્સોને ઝડપી લઈને ટ્રકની તલાશી લેતા ટ્રકની પાછળના ભાગે ઘઉંના ભુંસા ભરેલા કોથળા મળી આવ્યા હતા. જેને હટાવીને જોતાં વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. જે અંગે પકડાયેલા ત્રણેય શખ્સો પાસે વિદેશી દારૂની હેરાફેરી કરવાની પરમીટની માંગણી કરતાં તેઓ રજુ કરી શક્યા નહોતા. 

(5:30 pm IST)