Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

મહેમદાવાદ તાલુકામાં પોલીસે બુટલેગરના ઘરમાં સંતાડાયેલ 42 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી

મહેમદાવાદ: તાલુકાના વાંઠવાળીમાં રહેતો બુટલેગર તેના ઘરની અડાળામાં વિદેશી દારૂ સંતાડી રાખી છુટક વેચતો હોવાની માહિતીને આધારે મહેમદાવાદ પોલીસે દરોડો પાડી રૂ.૪૨,૦૦૦ ના દારૂ સાથે બે ઈસમોની ધરપકડ કરી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ મહેમદાવાદ પોલીસની ટીમ ગતરોજ રાત્રિના સમયે પેટ્રોલીંગમાં નીકળી હતી. ત્યારે મહેદાવાદ તાલુકાના વાંઠવાળી તાબે રામદેવપુરામાં આવેલ પ્રાથમિક શાળા સામે રહેતાં બળવંતભાઈ મણીભાઈ ચૌહાણ અને તેનો ભાણો અજયભાઈ ડાભી (રહે.ભરકુંડા) તેમના ઘરમાં વિદેશી દારૂ સંતાડી રાખી છુટક વેચાણ કરતાં હોવાની માહિતી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસની ટીમે બળવંતભાઈ ચૌહાણના ઘરે જઈ દરોડો પાડ્યો હતો. જ્યાં તલાશી લેતાં તેમના ઘરની બાજુમાં અડાળામાંથી વિવિધ માર્કાની ૮૪ નંગ વિદેશી દારૂની બોટલો કિંમત રૂ.૪૨,૦૦૦ ની મળી આવી હતી. પોલીસે દારૂ તેમજ રોકડ મળી કુલ રૂ.૪૨,૮૦૦ નો મુદ્દામાલ કબજે કરી બળવંતભાઈ મણીભાઈ ચૌહાણ અને અજયભાઈ બળવંતભાઈ ડાભી વિરૂધ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:29 pm IST)