Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

વિસનગરમાં રહેણાંકના મકાનમાં સિલિંડર ફાટતા અફડાતફડી: ઘરવખરી બળીને ખાખ

વિસનગર: શહેરમાં એક રહેણાંક મકાનમાં સીલીંડર ફાટતા ભારે અફડાતફડી થઈ હતી. સીલીંડર ફાટતા આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. પાલિકાનો ફાયર ફાયટર સ્ટાફ તાત્કાલિક પહોંચી આર કાબુમા ંલેતા આગ ફેલાતા અટકી હતી.

વિસનગરમાં ડી.ડી. કન્યા વિદ્યાલયની બાજુમાં સીંધવાઈ સોસાયટીમાં બાબુભાઈ ત્રિભોવનદાસ પટેલના મકાનમાં સંજયભાઈ અમૃતલાલ વાસફોડા ભાડેથી રહે છે. ગેસ એજન્સી દ્વારા સીલીંડર ડીલેવરી કરાયા બાદ રેગ્યુલેટર ભરાવ્યું હતું. જે સીલીંડરમાંથી ગેસ લીકેજ થતો હોવાની બાબતથી ગ્રાહક અજાણ હતા. મકાનનો દરવાજો ખોલી લાઈટ માટે સ્વીચ ચાલુ કરવા જતા જ આગ પકડાઈ હતી. અચાનક આગ લાગતા ભારે અફડાતફડી થઈ હતી. આસપાસ રહેતા સોસાયટીના લોકો દોડી આવી સરસામાન બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આગ લાગવાથી લાકડાની શેટી, ગોદડા, ગોદડા નીચે મુકેલ રૂ. ૫૦૦૦ રોકડ વિગેરે સળગી ગયું હતું. આગના કારણે મકાનના બારી, બારણાને પણ ભારે નુકસાન થયું હતું. બનાવ સ્થળની સામે જ પાલિકાનું ફાયર સ્ટેશન હોવાથી તાત્કાલિક ફાયર ફાયટરની સેવા મળતા આગ વધારે ફેલાતા અટકી હતી. સીલીંડર ફાટવાની જાણ ગેસ એજન્સીને કરતા એજન્સીનો કર્મચારી તાત્કાલિક આવી સીલીંડર લઈ ગયો હતો. આગથી નુકસાન થતાં સાંત્વના આપવાની જગ્યાએ એજન્સીના કર્મચારીએ ગ્રાહકનો વાંક કાઢી પોલીસને જાણ કરશો તો ફસાઈ જશો તેમ કહી અવળા માર્ગે દોર્યા હતા.

(5:27 pm IST)