Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ગાંધીનગરમાં ચ-0 સર્કલ નજીક ગટરનું ઢાંકણું ખુલી જતા વાહનચાલકોને અવર જ્વર કરવું જોખમી બની રહ્યું

ગાંધીનગર:શહેરના પ્રારંભે આવેલાં ચ-૦ સર્કલ ઉપર રોજના અસંખ્ય વાહનોની અવર જવર થાય છે. ત્યારે આ સર્કલની પાસે આવેલી ગટરનું ઢાંકણુ તુટી જવાના પગલે વાહનચાલકો માટે પણ અવર જવર કરવી જોખમી બની છે. અકસ્માત ન થાય તે માટે આડસ મુકવામાં આવી છે પરંતુ કાયમી નિરાકરણ નહીં કરાતાં લોકોને જીવના જોખમે પસાર થવું પડે છે.

 પાટનગરના મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા લાઇનો નાંખવામાં આવી છે. ત્યારે માર્ગ ઉપરથી ભરાતા પાણી તે માટે ઠેકઠેકાણે ગટરો પણ નાંખવામાં આવી છે અને તેના ઉપર ઢાંકણ પણ લગાવવામાં આવ્યા છે. ત્યારે આ ઢાંકણા યોગ્ય ગુણવતા વગરના હોવાથી અવાર નવાર બિસ્માર બની જાય છે અને ગટરો બેસી જતી હોય છે. 

(5:27 pm IST)