Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

યોગ દિનની ઉજવણીની પૂર્વ સંધ્યાએ એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલના ૧૬૦૦ વિદ્યાર્થીઓ સૂર્યનમસ્કાર સાથે યોગનું રિહર્સલ કરી રહ્યા છે

અમદાવાદ તા. ૨૦ યોગ એ સંપૂર્ણ વ્યાયામ છે. યોગ આપણને આત્મા અને પરમાત્મા તરફ લઇ જાય છે. યોગથી મન, બુદ્ધિ અને ચિત્તની શુદ્ધિ થાય છે. દિવસભરમાં આપણું મન અનેક કાર્યોમાં રત હોય છે ત્યારે થોડો જ સમય તેને સ્થિર કરી ભગવાનમાં જોડીએ તો શાંતિ થાય છે. યોગ કરવાથી મન શાંત થાય છે. શાંત મન ભગવાનમાં જોડાય છે. યોગનો હેતુ જ ભગવાનમાં જાેડાવાનો છે.

     શ્રી સ્વામિનારાયણ ગુરુુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ગુરુકુલ ખાતે, તા.૨૧ જુને આંતરરાષ્ટ્રિય યોગ દિન ઉજવાઇ રહેલ છે ત્યારે પૂ.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ ગુુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીના ઇન્ટરનેશનલ સ્કુલ અને દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૬૦૦ વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રિય યોગ દિનની ઉજવણીની પૂર્વ સંધ્યાએ વિશાળ ક્રિકેટ ગ્રાઉન્ડમાં સમગ્ર પૃથ્વી ઉપર યોગ દિવસની ઉજવણીને નિમિત્ત બનાવી પૃથ્વીની વિશાળ આકૃતિમાં વિવિધ યોગાસનો અને સૂર્યનમસ્કાર સાથે યોગનું રિહર્સલ કર્યું હતું.. 

(3:59 pm IST)