Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

સુરત સીવીલ હોસ્પીટલનુ લોલંલોલ જોઇ ધારાસભ્ય હર્ષ સંઘવી લાલઘુમ...ટાટીયા તોડવાની ચીમકી

એકસ-રે મશીન બંધ, ટ્રોમાં સેન્ટરની અપૂરતી સુવિધા, દવાના જથ્થા પ્રશ્ને યુવાન ધારાસભ્ય અકળાઇ ઉઠયા

રાજકોટ તા. ર૧ : સુરતમાં આજે બપોરે ધારાસભ્ય હર્ષ સંઘવી સીવીલ હોસ્પીટલની મુલાકાતે ગયા હતા જયા અસુવિધા  ચાલ્યાના દવાનો જથ્થો સહિત પ્રશ્ને અધિકારીઓના ટાટીયા તોડી નાખવાની  ચીમકી આપી હતી.

રાજયકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણીને બદલે આજે મજૂરા ગેટ વિસ્તારના ધારાસભ્ય હર્ષ સંધવી અચાનક સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. જયાં ટ્રોમા સેન્ટરમાં અપૂરતી સુવિધાને લઈને ડોકટરો, સ્ટાફ અને જવાબદાર અધિકારીઓને ટાંટીયા તોડી નાંખવાની ધમકી આપી હતી.

અપૂરતી સુવિધા, અવ્યવસ્થા ધ્યાને આવી

ધારાસભ્ય હર્ષ સંદ્યવી અંદાજે બે મહિના પહેલાં સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અને ડોકટરો અને સ્ટાફને અપૂરતી સુવિધા મામલે સૂચના આપી હતી. દરમિયાન આજે અચાનક સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચી ગયા હતા. અને ટ્રોમા સેન્ટર ખાતે તપાસ હાથ ધરી હતી. અને દર્દીઓ સાથે પણ વાત કરી હતી. ધારાસભ્યની તપાસમાં અપૂરતી સુવિધા, અવ્યવસ્થા ધ્યાને આવી હતી. જેથી ધારાસભ્યએ ડોકટરો અને સ્ટાફ અને જવાબદાર અધિકારીઓને બરાબરના ખખડાવ્યા હતા. અને ટાટીયા તોડી નાખવા સુધીની ચિમકી પણ આપી દીધી હતી.

સિવિલ સુપ્રિટેન્ડન્ટ પણ દોડી આવ્યા

ધારાસભ્યએ ટ્રોમા સેન્ટરમાં દર્દીઓને આપવામાં આવતી સુવિધાઓ અંગે તપાસ કરી હતી. જેમાં અપૂરતો દવાઓનો જથ્થો, અપૂરતી વ્યવસ્થા સહિતના મુદ્દાઓ સામે આવ્યા હતા. ધારાસભ્યની મુલાકાત અંગે જાણ થતા સિવિલ સુપ્રિટેન્ડન્ટ પણ દોડી આવ્યા હતા. પીઆઈયુ(સિવિલમાં રિનોવેશનથી લઈને તમામ કામગારી કરતી એજન્સી)ના અધિકારીઓ, આરએમઓ સહિતનાને ખખડાવ્યા હતા. ટ્રોમા સેન્ટરમાં બંધ રહેલા એકસ-રે મશીન અને એસી ગાયબ હોવાના કારણે પણ આડેહાથ લીધા હતા.

(3:55 pm IST)