Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસિએશન દ્વારા અમદાવાદમાં વાયબ્રન્ટ સમિટ, મશીનરી એકિસબિશન અને એવોર્ડસ ૨૦૧૯

અમદાવાદઃ ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસિએશન દ્વારા અમદાવાદમાં તા.૨૨ અને ૨૩ જૂન ૨૦૧૯ના રોજ ગુજરાત યુર્નિવર્સિટી કન્વેન્શન અને એકિઝબિશન સેન્ટર ખાતે 'વાયબ્રન્ટ સમિટિ, મશીનરી એકિસબિશન એન્ડ એવોર્ડ્સ ૨૦૧૯'નું આયોજન કરવામાં આવ્યું છે. આ બંને દિવસે સવારે ૧૦:૩૦ થી  સાંજે ૬ કલાક સુધીનો કાર્યક્રમ યોજાશે.

કાર્યક્રમ અંગે માહિતી આપતા ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસિએશનનાં ચેરમેન શ્રી અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે આ મહત્વકાંક્ષી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતનાં નાયબમુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, રાજયકક્ષાનાં મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડનાં ચેરમેન શ્રી એસએસ રાઠોડ ઉપસ્થિત રહેશે. સાથે જ ક્રેડાઈ ઈન્ડિયાનાં  પ્રેસિડેન્ટ શ્રી જક્ષય શાહ, એનએચવીએફનાં પ્રેસિડેન્ટ શ્રી ભાર્ગવ દેસાઈ, દિલીપ બિલ્ડકોમ લિ.નાં શ્રી દેવેન્દ્ર જૈન અને અનિલકુમાર સિંઘ તથા કેએનઆર કન્સ્ટ્રકશન લિ.નાં એકિઝકયુટિવ ડાયરેકટર અને સીએફસો શ્રી કામિદી જલધર રેડ્ડીનો સમાવેશ થાય છે.

જીસીએનાં વાઈસ ચેરમેન શ્રી કેકે પટેલે જણાવ્યુ હતું કે આ કાર્યક્રમમાં ગુજરાત રાજયનાં વિવિધ જિલ્લાઓમાંથી અંદાજે ૨૦૦૦ થી વધુ ડેલિગેટસ અને કુલ ૫૦૦૦થી વધુ કોન્ટ્રાકટર હાજર રહેવાના છે. આ સમારંભમાં બાંધકામ ક્ષેત્રના કુલ ૩૦ એવોર્ડ્સ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનાં હસ્તે એનાયત કરવામાં આવશે. કાર્યક્રમનાં સ્થાને બાંધકામમાં જુદી- જુદી મશીનરીઓનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યુ છે.જેની મુલાકાત લઈ આવેલા ડેલિગેટસ પોતાના જ્ઞાન અને જાણકારીમાં વૃદ્ધિ કરી શકશે.

(3:19 pm IST)