Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

અમદાવાદમાં સ્કૂલ વર્ધી એસો.ની હડતાલ સમેટાઈઃ સરકાર સાથે બેઠક બાદ સુખદ અંત

અમદાવાદઃ અમદાવાદા સ્કુલ વર્ધી એસોસિએશનની હડતાળ સમેટાઇ છે. રાજય સરકાર સાથે બેઠક બાદ હડતાળનો અંત આવ્યો છે. આ બેઠકમાં ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા,વાહન વ્યવહાર કમિશ્નર અને અમદાવાદ પોલીસ સાથે સ્કૂલ વર્ધી વાન એસોસિયેશન આ બેઠકમાં જોડાયુ છે. જેમાં ગૃહપ્રધાને સ્કુલવર્ધી ચાલકોને નિયમ અનુસાર બાળકોને લઇ જવાની સૂચના આપી છે. તો સ્કુલવર્ધી ચાલકોની નાની મોટી માંગણીઓને સરકારે સ્વીકારી છે. જેથી ફરી આજથી સ્કુલ વર્ધીના વાહનો રાબેતા મુજબ તેમના કામમાં લાગી જશે.

(3:19 pm IST)