Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

નૈઋત્વનું ચોમાસુ કોંકણ પહોંચ્યું : રવિવારે દક્ષિણ ગુજરાતમાં પ્રવેશે તેવી શકયતા

ઉત્તર ગુજરાતના વિસ્તારમાં હળવાથી ભારે ઝાપટા પડે તેવી આગાહી

અમદાવાદ : નૈઋત્ય દિશા તરફથી આગળ વધી રહેલુ ચોમાસુ આગામી 23 જૂને દક્ષિણ ગુજરાતમાં પ્રવેશે તેવી શક્યતા છે. હાલ ચોમાસું કોંકણ સુધી પહોંચ્યું છે. બંગાળની ખાડીમાં હળવું દબાણ સર્જાયુ છે. અને 23 જૂને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે

 . હવામાન વિભાગે આગામી પાંચ દિવસની આગાહી કરતા ઉત્તર ગુજરાતના વિસ્તારમાં હળવાથી ભારે ઝાપટા પડે તેવી આગાહી કરી છે.

(2:01 pm IST)