Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

સુરતની સેવન્થ ડે મેટાસ સ્કુલમાં ફી વધારા મામલે સતત પાંચમાં દિવસે વાલીઓમાં વિરોધ યથાવત

સોમવાર સુધી ફી વધારો પરત નહીં ખેંચાય તો વાલીઓએ ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચારી

સુરતમાં ફી વધારા મામલે વાલીઓએ વિરોધ ચાલુ રાખ્યો છે સુરતની સેવન્થ ડે મેટાસ સ્કુલમાં ફી વધારા મામલે સતત પાંચમાં દિવસે વાલીઓમાં વિરોધ યથાવત છે..અને સોમવાર સુધી ફી વધારો પરત નહીં ખેંચાય તો વાલીઓએ ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચારી છે.આજે પણ સવારથી વાલીઓ શાળાએ પહોંચી ગયા હતા.અને શાળના દરવાજા બહાર વિરોધ વ્યક્ત કર્યો.હતો 

  આજે પણ વાલીઓના વિરોધને લઈને સ્કુલની બહાર સઘન પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. શાળા દ્વારા ચાલીસ થી પંચાસ ટકા ફી વધારો કરાયો છે.જેનો વાલીઓ વિરોધ કરી રહ્યા છે.અને તાત્કાલીક ફી ઘટાડાની માંગ છે. જ્યાં સુધી શાળા દ્વારા ફી ઘટાડવામાં નહી આવે ત્યાં સુધી લડત ચલાવવાનો વાલીઓએ નિર્ધાર વ્યક્ત કર્યો છે.

(12:04 pm IST)