Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

સુરતમાં કામરેજ રૂટની BRTS બસ પર પથ્થરમારો : મહિલાને અડફેટે લેતા લોકો વિફર્યા ; બસમાં તોડફોડ

પથ્થરમારો થતા પેસેન્જરોએ જીવ બચાવી સ્થળ પરથી ભાગવુ પડ્યુ

સુરતમાં કામરેજ રૂટની BRTS બસ પર પથ્થરમારો કરાયો છે. આ પથ્થરમારા સમયે બસમાં પેસેન્જરો હાજર હતા. જેથી લોકોમાં ભાગદોડ મચી હતી. પેસેન્જરોએ જીવ બચાવી સ્થળ પરથી ભાગવુ પડ્યુ હતુ.

   સીટી બસના ચાલકે મહિલાને અડફેટે લેતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. લોકોએ સીટી બસમાં તોડફોડ કરી કરી છે. બસના કાચ ફોડીને રોષ વ્યક્ત કર્યો છે. કામરેજ, સચિન જીઆઇડીસી નાકા રૂટ પર દોડતી સીટી બસના ચાલકે મહિલાને અડફેટે લીધી હતી.

(12:01 pm IST)
  • ભારતમાં મોબાઇલ ફોનોની ચોરી અને કલોનીંગ અટકાવવા માટે ટેલીકોમ ખાતાએ ''સીઇઆઇઆર'' સેન્ટ્રલ ઇકવીપમેન્ટ આઇડેન્ટીટી રજીસ્ટર ઉભુ કરવાનું જાહેર કર્યું છે. access_time 11:35 am IST

  • અહેમદ પટેલની આજે ફરીથી લેવાશે જુબાની : ગઇકાલે લાંબી પુછપરછ ચાલેલ : અમદાવાદ ૨૦૧૭ની રાજયસભાની ચૂંટણીનો મામલોઃ ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ બેલાબેન ત્રિવેદીની કોર્ટમાં કેસની સુનાવણી થશેઃ તમામ સાક્ષીઓ પણ હાઇકોર્ટમાં હાજર રહે તેવી શકયતા access_time 3:33 pm IST

  • મોદી બન્યા વિશ્વના સૌથી શકિતશાળી નેતા : બ્રિટીશ હેરલ્ડ અખબારના વાંચકોએ એક ''પોલ''માં નરેન્દ્રભાઇની કરી પસંદગી : પ્રથમ નંબરે નરેન્દ્રભાઇને ૩૦.૯ ટકા મત મળ્યાઃ બીજા નંબરે રશિયાના વ્લાદિમીર પુતિનને ૨૯.૯ ટકા મત મળ્યાઃ નરેન્દ્રભાઇએ પુતિન-ટ્રમ્પને પણ પાછળ રાખી દીધા access_time 1:13 pm IST