Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

૫૬ નાયબ મામલતદારોને મામલતદાર પદે બઢતી

૬ મામલતદારોની બદલીઃ પડધરીના ગોઠી ગાંધીનગરમાં, જોડિયાના સોની અમદાવાદમાં, દ્વારકાના પંજાબી પંચમહાલમાં: બઢતી સાથે રાજકોટના કાસુન્દ્રા અને રૂપાપરા મોરબીમાં: જામનગરના હીરપરા પોરબંદરમાં: અમરેલીના ભટ્ટની જૂનાગઢ અને જૂનાગઢના કારિયાની જેતપુર નિમણૂકઃ જામનગરથી કે.જી. લુક્કા રૂડામાં: ગોંડલમાં રાજેન્દ્રસિંહ જાડેજા નવા મામલતદારઃ સોમનાથના કરગટિયા કચ્છ અને ડોડિયા જામનગર ચીટનીસ તરીકે મૂકાયા

રાજકોટ, તા. ૨૧ :. રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા ૫ મામલતદારોની બદલી કરવામાં આવી છે. ચૂંટણી પછી નવી નિમણૂક માટે પ્રતિક્ષા હેઠળ રહેલા ૧૫ મામલતદારોને નિમણૂક આપવામાં આવી છે. તેમજ ૫૬ નાયબ મામલતદારોની મામલતદાર તરીકે બઢતી સાથે બદલીના હુકમો કરવામાં આવ્યા છે. ગઈ મોડી રાત્રે મહેસુલ વિભાગના નાયબ સચિવ (સેવા) શ્રી દિલીપ ઠાકરની સહીથી હુકમ જાહેર થયા છે.

જામનગર કલેકટર કચેરીના ચીટનીસ એમ.આઈ. મલિકને વડોદરા ગેસ ઓથોરીટીમાં, પડધરીના પી.એલ. ગોઠીને ગાંધીનગર રાહત નિયામક કચેરીમાં, જોડીયાના એમ.આર. સોનીને અમદાવાદ મેટ્રો પોલીટન કોર્ટમાં, ભાણવડના એચ.એચ. પંજાબીને ગોધરા, બરવાળાના કે.એસ. નિનામાને મહેસાણા ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલમાં તથા ઓડાના ડી.એ. ભારાઈને સુરત ડીઝાસ્ટર મેનેજમેન્ટમાં મામલતદાર પદે મુકવામાં આવ્યા છે.

નિમણૂક માટે પ્રતિક્ષા હેઠળના જે ૧૧ હુકમ થયા તેમાં રાજકોટના આર.જી. ઝાલાને અધિક ચીટનીસ રાજકોટ તથા વી.આર. માંકડીયાને આર.ટી.એસ. રાજકોટમાં અને ભાવનગરના જે.વી. કાકડીયાને ભાવનગરમાં જ મધ્યાહન ભોજનમાં તેમજ એચ.સી. મકવાણાને ભાવનગરમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટમાં મુકવામાં આવ્યા છે.

જે ૫૬ નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી સાથે નિમણૂક આપવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્રને સ્પર્શતા ફેરફારો નીચે મુજબ છે.

જામનગરના રાજેન્દ્રસિંહ જાડેજાને ગોંડલ સીટી, મોરબીના ઉંમર સુમરાને ભૂજ સીટી, રાજકોટના ભરત કાસુંદ્રાને મોરબી કલેકટર કચેરી અને ગોવિંદલાલ રૂપાપરાને મોરબી સીટી મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે. જામનગરના જમનાદાસ હિરપરાને પોરબંદર સીટી પ્રવીણ દવેને મહેસુલ ઈન્સપેકશન કમિશનર કચેરી ગાંધીનગર, વિનયચંદ્ર ધ્રુવને કલેકટર કચેરી  દ્વારકા તેમજ અમરેલીના ચંદુલાલ ટાંકને ચીટનીસ જૂનાગઢ, લાલજીભાઈ ઘેલાણીને અધિક ચીટનીસ સુરેન્દ્રનગર, ધીરૂભાઈ ગોંડલીયા ચીટનીસ ભાવનગર, કિશોર નારીયાને આરટીએસ ભાવનગર, કલ્પનાબેન પડીયાને અધિક ચીટનીસ જૂનાગઢ, અતુલ ભટ્ટને પીઆરઓ જૂનાગઢ, જયંતીભાઈ બાવીશીને પીઆરઓ અમરેલી અને હર્ષદ ચૌહાણને ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલ જૂનાગઢમાં નિમણૂક આપવામાં આવી છે. ભાવનગરના ધનજીભાઈ સોલંકીને બરવાળા, ખીમજીભાઈ રાઠોડ અને નારણભાઈ જાંબુકીયા બોટાદ કલેકટર કચેરી, જૂનાગઢના વિજય કારીયા જેતપુર સીટી, ગીર સોમનાથના બાલુભાઈ જાદવ જામનગર ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલમાં મુકાયા છે. જૂનાગઢના હરસુખલાલ ચંદીગરા વેરાવળ સીટી, ધીરજલાલ સોજીત્રા ચીટનીસ વાસંદા નવસારી, કિશોર જોલાપરા બોટાદ સીટી, હિતેશ તન્ના પીઆરઓ રાજકોટ, કિશોર અઘેરા ભાણવડ, બિંદુબેન કુબાવત અધિક ચીટનીસ અમરેલી, ભાવનાબેન વિરોજા પડધરી, દિનેશ ગીરીયા અધિક ચીટનીસ વલસાડ તરીકે મુકાયા છે.

ગીર સોમનાથના પરેશ કરગટીયા પીઆરઓ કચ્છ, જેઠાભાઈ ડોડીયા ચીટનીસ જામનગર, જૂનાગઢના મનસુખ કવાડીયા ચીટનીસ કચ્છ અને બિપીન સાવલીયા પીઆરઓ પોરબંદર તરીકે નિયુકત થયા છે. ગીર સોમનાથના હરીભાઈ ડોડીયા અમરેલી ડીઝાસ્ટર સેલ, પ્રભાત ગોહીલ સુરેન્દ્રનગર સીટી, ઉકાભાઈ વઢીયા ચીટનીસ પોરબંદર, માલાભાઈ ડોડીયા અમરેલી સીટી, નારણભાઈ રામ ચીટનીસ અમરેલી તરીકે નિમણૂક પામ્યા છે. ઉપરાંત જામનગરના અશોક ત્રિવેદીની ચીટનીસ તરીકે રાજકોટ કલેકટર કચેરીમાં નિમણૂક થઈ છે. જામનગરના કિરીટ સંઘવી રાજકોટ ડીઝાસ્ટરમાં, દ્વારકાના મહેશ ત્રિવેદી રાહત નિયામક કચેરી ગાંધીનગર, પુનિત સરપદડીયા જોડીયા અને જામનગરના કિશોરભાઈ લુક્કા રૂડામાં મામલતદાર તરીકે મુકાયા છે.

(11:47 am IST)