Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

સોમવારથી રાજ્યમાં ચોમાસાનું આગમન:દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની થશે શરૂઆત

આગામી પાંચ દિવસ સુધી છૂટોછવાયો વરસાદ વરસવાની શક્યતા

 

રાજકોટ ;ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહેલા ગુજરાતમાં આગામી તા;25મીથી વરસાદનું આગમન થશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શરૃઆત થશે.

 હવામાન ખાતાએ જાહેર કર્યું છે કે આગામી ૨૫મીથી ગુજરાતમાં વરસાદનું આગમન થશે. ૨૬મીએ પણ વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પહેલાં વરસાદ આવશે. ઉત્તર ગુજરાતે હજુ રાહ જોવી પડશે. ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાં ચોમાસુ ફેલાઈ જશે.

   હવામાન ખાતાએ આગામી પાંચ દિવસ સુધી છૂટોછવાયો વરસાદ વરસવાની શક્યતા પણ દર્શાવી છે. હજુ એક સપ્તાહ સુધી લોકોએ ગરમીનો સામનો કરવો પડશે. આજે રાજ્યના શહેરોમાં ગરમીનો પારો ૪૦ કે તેથી વધુ નોંધાયો હતો. અમદાવાદમાં ૪૧. ડિગ્રી ગરમી નોંધાઈ હતી. બફારા અને બળબળતા પવનથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા.

 

(11:45 pm IST)