News of Thursday, 21st June 2018

મહેસાણા : રૂપાલ ચોકડીથી શોભાસણ વચ્ચે ત્રિપલ અકસ્માતમાં બે ના કરૂણમોત : 12ને ઇજા

ટ્રેલર, એસટી બસ અને અલ્ટો કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં મહિલા અને યુવાનનુ મોત : બસના ડ્રાયવર અને કંડકટર સહિત 12 મુસાફરોને ઈજા

મહેસાણા તાલુકાના રૃપાલ ચોકડીથી શોભાસણ વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાતા બે ના મોત નિપજ્યા છે જયારે 12ને ઇજા પહોંચી છે ઓવરબ્રીજ નજીક ટ્રેલર, એસટી બસ અને અલટો કાર વચ્ચે સર્જાયેલા ટ્રીપલ અકસ્માતમાં 21 વર્ષના યુવાન અને એક અજાણી મહિલાનું કરુણ મોત થયું છે જયારે એસટી બસના ડ્રાયવર અને કંડકટર સહિત 12 મુસાફરોને ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જયારે મરનારના મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

   મળતી વિગત મુજબ શોભાસણ ઓવરબ્રીજ નજીક હિંમતનગરથી મહેસાણા આવતી વિજાપુર ડેપોની બસ શોભાસણ ઓવરબ્રીજ નજીક પાસર થતી હતી ત્યારે અલ્ટો કારના ચાલકે એસે.ટી.બસને ઓવરટેક કરી હતી. આ સમયે સામેથી આવતા ટ્રેલર સાથે કાર ધડાકાભેર ટકરાઈ હતી. ત્યારબાદ, ટ્રેલર અને એસટી બસ ધડાકાભેર ટકરાયાં હતાં.

   આ અકસ્માતમાં એસટી બસના ડ્રાયવર જયેશભાઈ અમરતભાઈ પટેલ અને કંડકટર શૈલેષભાઈ નારણભાઈ દેસાઈ સહિત 12 લોકો વ્યકિત ઘવાયાં હતાં.જયારે અલટો કારના 21 વર્ષના ચાલક તુષારભાઈ દશરથભાઈ પટેલ (ભાન્ડુ) અને એક અજાણી મહિલાનું કરુણ મોત નીપજયું હતું અકસ્માતની જાણ થતાં જ આસપાસના રહીશો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તેને હોસ્પિટલમાં ખસેડવા મદદરૃપ થયા હતા. આ અકસ્માતમાં અલટો કારનો ખુડદો બોલી ગયો હતો.

(8:27 pm IST)
  • જમ્મુઃ સરકારહટતા જ ભાજપ અધ્યક્ષ રવીન્દ્ર રૈનાને મારી નાખવા ધમકીઃ પાકિસ્તાની ત્રાસવાદીઓનું કારસ્તાન access_time 4:10 pm IST

  • રાજસ્થાનનાં કોટામાં બાબા રામદેવે ૨.૫ લાખ લોકો સાથે યોગ કર્યાં. યોગગુરૂ બાબા રામદેવે રાજસ્થાનના કોટામાં યોગનો વલ્ડ રેકોર્ડ બનાવ્યો છે. એક સાથે અઢી લાખ જેટલા લોકોએ યોગ કરીને આ વલ્ડ રેકોર્ડ સર્જયો છે. યોગગુરુ સાથે રાજસ્થાનના સીએમ વસુંધરા રાજે પણ યોગના વિવિધ આસન કરતા જોવા મળ્યા હતા. access_time 1:55 pm IST

  • કાલે શુક્વારે પેટ્રોલમાં 14 પૈસાનો ઘટાડો થશે :ડીઝલના ભાવ યથાવત રહેશે :આજે ગુરુવારે પેટ્રોલ અને ડીઝલમાં લિટરે 11 પૈસાનો ઘટાડો કરાયા બાદ શુક્રવારે ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરાશે નહીં :પેટ્રોલના ઘટ્યા સવારે છ વાગ્યાથી લાગુ પડશે access_time 12:33 am IST