Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

નવસારીમાં નગરપાલિકાના સભ્યએ મહિલા બુટલેગર પાસેથી ત્રણ પેટી દારૂ સાથે 80 હજારનો હપ્તો માંગ્યો હોવાની ફરિયાદથી અરેરાટી

નવસારી:નગરપાલિકાનાં વોર્ડ નં.૧ માંથી ચુંટાયેલા ભાજપી સભ્યએ જલાલપોરની મહિલા બુટલેગર પાસે દારૃ અને હપ્તાની માંગણી કરી હોવાની પોલીસમાં અરજી થતા ચકચાર મચી છે.
નવસારી પાલિકામાં વોર્ડ નં. ૧ ના ભાજપના ભૂપત લાલજીભાઈ દૂધાત (ઉ.વ.૪૭) તથા તેનો મિત્ર ધીરૃભાઈ ઘેવરીયા (ઉ.વ.૪૬) એ ગઈકાલે રાત્રે જલાલપોરની મહિલા બુટલેગર જ્યોતિબેનને તેના મોબાઈલ પર ફોન કરીને કહ્યું કે, 'તું દારૃનો ધંધો કરે છે, એટલે તારે અમને ત્રણ પેટી સારી બ્રાંન્ડનો દારૃ આપવાનો અને રૃ. ૮૦ હજારનો દર મહિને હપ્તો આપવાનો છે.
હું કોર્પોરેટર છું.' એમ કહીને ગાળો આપવા લાગ્યો હોવાની ફરિયાદ જ્યોતીબેનની પુત્રી સ્વીટી રમેશભાઈ પટેલે જલાલપોર પોલીસમાં આપી છે. જેમાં જણાવ્યું છે કે, બીજીવાર ફોન આવતા મેં ઉંચક્યો હતો. અને કહ્યું કે હું જ્યોતીબેન નથી પણ તેમની પુત્રી બોલું છું ત્યારે પણ તેણે દારૃ અને હપ્તો આપવાની વાત કહી ગંદી ગાળો આપવા સાથે બિભત્સ માંગણી કરવા લાગ્યો હતો .

(6:47 pm IST)