Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ડાકોરમાં પીવાના પાણીની સમસ્યાથી રહીશોને હાલકીનો સામનો કરવાની નોબત આવી

ડાકોર: શહેરના વોર્ડનં -૬ માં છેલ્લા કેટલાય દિવસોથી પીવાના પાણી મુદે મતમતાન્તર ચાલી રહ્યો છે.જેમાં અરજદારનો આક્ષેપ છે કે પીવાના પાણી સાથે ગટરનુ પાણી મિશ્ર થાય છે.
વોર્ડના પાલિકા સભ્યએ રજૂઆત કરી છે કે પાણી,ગટર,રોડ રસ્તા જેવી પાયાની સુવિધા નો અભાવ જેવા શબ્દ પ્રયોગ કરી સભ્યએ અરજી કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.વોર્ડ નં-૬ માં ગોપાલપુરા, બ્રહ્મપોળ, વ્હોરવાડ,જુનો કુભારવાડો જેવા વિસ્તારોમાં પાણી ની સમસ્યાની રજૂઆત  જાગૃત નાગરીકો દ્વારા તંત્રને  લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.આ બાબતે ડાકોર નગપાલિકાના પ્રમુખ રાજેશભાઇ પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે અરજદારની અરજી ખોટી છે.
કોઇ પણ જગ્યાએ પાણી મીશ્ર થતુ નથી.હાલ નવી લાઇનનુ કામ ચાલુ છે.જે જૂની લાઇનો છે તે તમામ લાઇનો બંધ કરી નળ લાઇનોમાં કનેકશન આપવાનુ કામ ચાલુ છે.પાઇપ લાઇન બદલવાનુ કામ પૂર્ણ થયેલ છે.પ્રમુખ પદ સંભાળ્યા પછી ત્રણ વખત પાણીનો સપ્લાઇ આપતા હતા.પરંતુ પાણીનો દુર ઉપયોગ થતો હોવાથી બંધ કરેલ છે.પાણીની કામગીરી પુર્ણ થયા બાદ રોડનુ કામ હાથ ધરવામાં આવશે .વ્હોરવાડ સુધીનો આર.સી.સી રોડ બની જવા આવ્યો છે.ડાકોરમાં ખુલ્લી ગટરો ઉપર સ્લેબ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.જેથી અરજદાર દ્વારા કરવામાં આવેલ અરજી ખોટી છે.અને રાજકીય વેરવૃતી રાખીને કાવતરુ રચેલ છે.

(6:46 pm IST)