Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ખંભાતમાં ત્રણ દરવાજા પાસે અપશબ્દો બોલવાની બાબતે એકને માથામાં લાકડીના ઘા ઝીક્યાં

ખંભાત: શહેરના ત્રણ દરવાજા દવાના સ્ટોર પાસે ગઈકાલે રાત્રીના સુમારે ગાળો બોલવાની બાબતે એકને માથામાં લાકડી મારીને લોહીલુહાણ કરી દેતાં આ અંગે પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર સાદીક ઉર્ફે મોન્ટુ કાજીવાડ ખાતે રહેતા આરીફહુસેન નજીરહુસેન શેખને ગમે તેવી ગાળો બોલતો હોય આરીફહુસેને ગાળો બોલવાની ના પાડતાં કાજીમ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના હાથમાની લાકડી માથામાં મારી દીધી હતી. ત્યારબાદ સાદીક અને નવસાદે ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

 

(6:46 pm IST)