Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

કપડવંજના નિરમાલી ચોકડી નજીક કારની ટક્કરે બાઈક ચાલકનું કમકમાટી ભર્યું મોત

કપડવંજ:ની નિરમાલી ચોકડી નજીક ગઈકાલે સાંજે અજાણ્યા મારૂતીકારે મોટર સાયકલને ટક્કર મારતા ગંભીર રીતે ઘવાયેલ બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કપડવંજ તાલુકાના મોટી ઝેરમાં રહેતા સુરેશભાઈ સબુરભાઈ વાદી ગઈકાલે સાંજે મોટર સાયકલ લઈને લાડવેલ ચોકડી પરથી જઈ રહ્યો હતો. ત્યારે પૂરઝડપે હંકારી આવેલ ટક્કર મારી નાસી ગયો હતો. જેથી કારની ટક્કર વાગતા બાઈક ઉપરથી રોડ ઉપર પટકાયેલા સુરેશભાઈ વાદી (ઉં.વ.૩૫)ને માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. 
આ બનાવ અંગે લાલાભાઈ સબુરભાઈ વાદીની ફરિયાદ આધારે કપડવંજ રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:45 pm IST)