Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

વિશ્વ યોગ દિનની ઉજવણી મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના વિધ વિધ સ્થળોમાં થઇ...

આજે સમગ્ર વિશ્વમાં યોગ દિનની ઉજવણી ઉત્સાહથી કરવામાં આવી રહી છે. યોગ એ આપણી પ્રાચીન પરંપરા છે. યોગનું મહત્ત્વ ભારત રાષ્ટ્રમાં હજ્જારો વર્ષોથી રહ્યું છે. અને તેનો નિયમિત અભ્યાસ કરનારા નીરોગ અને બળવાન હોય છે. વળી, આજે વિશ્વ સંગીત દિવસ પણ છે. સંગીત પણ એક પ્રકારનો યોગ છે. યોગ એ એક પ્રાચીન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું થાય છે. યોગ શરીરમાં નૂતન ઊર્જા લાવે છે. તે શરીરનો સ્રોત છે. યોગા કરો તંદુરસ્તી લાઓ...યોગ એ શરીર અને આત્માના જોડાણનો પ્રતીક છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે. આજે યોગ એ વિશ્વમાં જુદા જુદા સ્વરૂપે કરાય છે અને તેની દિનપ્રતિદિન વધી રહી છે. યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં યોગને ધ્યાનાવસ્થા સાથે જોડવામાં આવેલ છે.

ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિષે ચર્ચા કરી હતી. ૨૧ મી જુનનો દિવસ એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ છે અને આ જ કારણે વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સુચન કર્યું. જેમાં દુનિયાના મોટાભાગના દેશોએ સહમતિ દર્શાવી અને વર્ષ ૨૦૧૫ થી ૨૧ મી જુન એ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું. ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે સમગ્ર દુનિયામાં અલગ અલગ જગ્યાઓ પર લોકો યોગ કરતા જોવા મળ્યા છે. પાણીથી લઈને પહાડ સુધી, રાષ્ટ્રના જવાનોથી લઈને સામાન્ય નાગરિકોએ વિધ વિધ રીતે યોગ દિવસ ઊજવ્યો છે.

ચતુર્થ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના વિધ વિધ સ્થળોએ યોગ કરવામાં આવ્યા હતા. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સાંપ્રત સમયે લંડન, યુકેમાં વિચરણ કરી રહ્યા છે ત્યારે વિશ્વના એકમાત્ર ઇકો ફ્રેન્ડલી શ્રી સ્વામિનારાયણ મંદિર, કિન્ગસબરી મુકામે સંતો-ભક્તોએ યોગ દિનની ઉજવણી કરી હતી. તેમજ બોલ્ટન, મણિનગર શ્રી સ્વામિનારાયણ હાઇસ્કૂલ, શ્રી મુક્તજીવન સ્વામીબાપા આર્ટ્સ કોલેજ, ગોધરા વગેરે સ્થળોએ વિશ્વ યોગ દિનની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.  

 

 

(2:59 pm IST)