Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

મહેસાણા પંથકની યુવતીના અપહરણનો આરોપી રાજકોટથી પકડાયોઃ સહઆરોપી તરીકે રાજકોટના નિલેશનું નામ ખૂલ્યું

રાજકોટ, તા. ૨૧ :. મહેસાણા તાલુકાના ખેરવા ગામની સગીરાને ભગાડી પ્રથમ છત્રાલ તથા દેત્રોજ ગામે લઈ જઈ ત્યાર બાદ પોતાના રાજકોટ રહેતા મિત્ર નિલેશ પુરૂષોતમભાઈ (ઉદયનગર મવડી મેઈન રોડ)ની મદદથી રાજકોટના ઢોલરા ગામે આવેલ નિલેશભાઈની ખેતરની ઓરડીમાં રાખવાની બાતમી મહેસાણાના એસ.પી. ચૈતન્ય માંડલીક તથા નાયબ પોલીસ અધિક્ષક મંજીતા વણજારાના માર્ગદર્શન હેઠળ તાલુકાના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર જયદીપસિંહ બારોટ તથા ટીમે રાજકોટ આવી ઢોલરા મુકામેથી આરોપી ટીનાજી રહે. સુરજજોગણી માતાનુ પરૂ, તાલુકો જોટાણા, જિલ્લો મહેસાણાને પકડી પુછપરછ શરૂ કરી છે.

પોલીસ સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ આરોપી ઠાકોર ટીનાજી રાજાજીને અપહરણના ગુન્હામાં મદદ કરવાના આરોપસર રાજકોટના મવડી મેઈન રોડ ઉદયનગરના નિલેશને પણ પોલીસ અટક કરવા માટે રાજકોટ આવનાર છે. આરોપી ટીનાજી ઢોલરામાં છુટક મજુરી કામ કરતો હતો. પોતાનો મોબાઈલ એક વખત ચાલુ કર્યા બાદ તૂર્ત બંધ કરી દીધો હતો. ઈન્ચાર્જ પી.આઈ. જે.એ. બારોટે એસપી સમક્ષ રજૂઆત કરી ટેકનીકલ મદદ માગતા કોમ્પ્યુટર પીએસઆઈ વી.એ. પટેલે ટેકનીકલ મદદથી આરોપીનું પગેરૂ શોધી કાઢયુ હતું.

આરોપી ટીનાજી રાજકોટના ઢોલરા ગામે નિલેશભાઈની વાડીમાં હોવા અંગેની બાતમી ખાનગીરાહે ઈન્ચાર્જ પી.આઈ. જે.એ. બારોટે મેળવી તેની ખરાઈ કર્યા બાદ ડી સ્ટાફની ટીમ ઢોલરા આવી આરોપી ટીનાજી તથા સગીરાને હાથ કરી લીધા હતા.

(1:15 pm IST)