Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ લેવા ૧૫મી જુલાઇ સુધી અરજી કરી શકાશે

જે ખેડૂતોએ ધિરાણ લીધુ ન હોય તેવા ખેડૂતો પણ પ્રીમીયમની રકમ ભરી યોજનાનો લાભ લઇ શકે છે

અમદાવાદ  તા. ૨૧ : પ્રધાનમંત્રીરી ફસલ વીમા યોજના (PMFBY) અંતર્ગત લાભ લેનાર ખેડૂતોને જુદા-જુદા જોખમો સામે વીમાનું રક્ષણ પુરૂ પાડવામાં આવે છે. આ યોજના અંતર્ગત ધિરાણ લેનાર તમામ ખેડૂતોને આવરી લેવામાં આવે છે. તથા જે ખેડૂતોએ ધિરાણ લીધુ ન હોય તેવા ખેડૂતો પણ પ્રીમીયમની રકમ ભરી યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનાનો લાભ લેવા ખેડૂતો ૧૫ જુલાઈ પહેલા અરજી કરવી, જે ખેડૂતોએ ધિરાણ લીધુ ન હોય તેવા ખેડૂતો પણ લાભ લઈ શકે છે.

(1:09 pm IST)