Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

પાડોશી સાથે પ્રેમમાં આડખીલી બનેલા પતિની પ્રેમી સાથે મળી ક્રૂર હત્યા

દારૂ પીવડાવી-છરીના ઘા માર્યા-માથુ છૂંદી નાંખ્યુઃ મિત્ર પંડયાનો સાથ મળ્યોઃ પત્નિ રેખા પટેલ અને પ્રેમી નીતિન મરાઠીની ધરપકડઃ લાશ સળગાવી દીધી

અમદાવાદ, તા. ૨૧ :. અમદાવાદ મહેમદાબાદ હાઈવે પર આવેલી ખારી નદીના પૂલ નીચે ૧૯મીએ ૧૦.૩૦ વાગ્યે એક લાશ મળી આવી હતી. તપાસ દરમિયાન લાશ ઓઢવમાં રહેતા અને વિવેકાનંદ સ્કૂલના ટ્રસ્ટીની હોવાનું બહાર આવતા વિવેકાનંદનગર પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં ટ્રસ્ટી હરીશભાઈની પત્નિ, પ્રેમી અને તેના મિત્રએ મળીને હત્યાને અંજામ આપ્યો હોવાનું ખુલ્યુ હતું.

મિત્રને ટ્રસ્ટીની પત્નિ સાથે લગ્ન કરવા હોવાથી પતિને હટાવવા માટે તેને દારૂ પીવડાવી, તિક્ષ્ણ હથીયારના ઘા મારી, માથા પર પથ્થર મારી લાશને સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. વિવેકાનંદનગર પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

મહેમદાવાદ હાઈવે પર આવેલી ખારી નદીના પૂલ નીચે ૧૯મીએ એક લાશ મળી હતી. આ અંગે વિવેકાનંદનગર પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. મરનાર હરેશ શાંતિલાલ પટેલ રહે. અરનાથ વિભાગ, અર્બુદાનગર, ઓઢવનો રહેવાસી હોવાનુ ખુલ્યુ હતું. અસલાલી પોલીસે જણાવ્યુ હતુ કે, હરેશ પટેલની પત્નિ રેખા (ઉ.વ. ૩૨)ને તેના પડોશી નીતીન મરાઠી (ઉ.વ.૨૨) સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધ હતો. નીતિન અને રેખાના પ્રેમ સંબંધ વચ્ચે હરેશ પટેલ આવતો હોવાથી તેને ૧૯મીએ દારૂ પીવડાવવા માટે કેનાલ પાસે લઈ ગયા હતા.

દારૂ પીવડાવી તેને છરીના ઘા માર્યા અને પથ્થરથી મોં છુંદી નાખ્યુ હતું. લાશની ઓળખ ન થાય તે માટે તેને પેટ્રોલ છાંટી સળગાવી પણ દીધી હતી. આ હત્યામાં નીતિન તેને મિત્ર દર્શિત વસંત પંડયા અને રેખા હરેશ પટેલની ધરપકડ વિવેકાનંદનગર પોલીસે કરી હત્યાનો ભેગ ઉકેલી નાખ્યો હતો. હરેશ પટેલ નરોડા વિસ્તારમાં આવેલી વિવેકાનંદ હાઈસ્કૂલના ટ્રસ્ટી હતા.(૨-૫)

(12:01 pm IST)