Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

પાકિસ્તાનથી હિજરત કરીને ભારત આવેલા 90 હિન્દુઓ આવતીકાલ શુક્રવારે ભારતના નાગરિક બનશે : અમદાવાદ કલેકટર વિક્રાંત પાન્ડેના હસ્તે નાગરિકત્વ અપાશે

અમદાવાદ: પાકિસ્તાન તથા બાંગ્લાદેશથી અમદાવાદ આવેલા 90 લોકોને આવતીકાલ શુક્રવારના રોજ કલેકટર વિક્રાંત પાન્ડે  ભારતનું નાગરિકત્વ આપશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 આ 90 અરજદારોમાંથી મોટાભાગના પાકિસ્તાનના હિન્દુઓ છે. આ અરજદારો બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતી કેટેગરીના છે.

ઉલ્લેખનીય છે કે દેશભરમાં સૌથી વધારે નાગરિકતાના સર્ટિફિકેટ અમદાવાદમાં આપવામાં આવ્યા છે. અત્યાર સુધી 320 લોકોને નાગરિકતા આપવામાં આવી છે. અમદાવાદ કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલી ઓફિશિયલ રીલિઝમાં લખવામાં આવ્યું છે કે, ભારત સરકારની 23 ડિસેમ્બર, 2016ની નોટિફિકેશન અનુસાર અમદાવાદ, ગાંધીનગર અને કચ્છના જિલ્લા કલેક્ટર પાસે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લઘુમતી સમાજના લોકોને ભારતની નાગરિકતા આપવાની સત્તા છે. અહીં લઘુમતીમાં હિન્દુ, જૈન, પારસી, શીખ, બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મના લોકોનો સમાવેશ થાય છે.

2017માં જુલાઈ અને નવેમ્બર મહિના દરમિયાન પાકિસ્તાનના અનેક હિન્દુ અને સિંધી સમાજના સભ્યોને ભારતની નાગરિકતા આપવામાં આવી હતી.

પાકિસ્તાન તથા બાંગ્લાદેશથી અમદાવાદ આવેલા 90 લોકોને આવતીકાલ શુક્રવારના રોજ કલેકટર વિક્રાંત પાન્ડે  ભારતનું નાગરિકત્વ આપશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:38 am IST)