Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

રાજ્યમાં કયાં-કયાં ઉજવાયો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

ગાંધીનગર તા. ૨૧ : રાજયના પાટનગર ગાંધીનગરમાં પણ યોગ દિવસની ઉજવણી થઈ છે. ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા પાર્ક ખાતે યોગ દિવસની ઉજવણી થઈ. જેમાં ગૃહરાજયપ્રધાન પ્રદિપસિંહ ઉપસ્થિત રહ્યા હતા. તો મોટી સંખ્યામાં ઉચ્ચ અધિકારીઓ પણ યોગમાં જોડાયા હતા.યોગ શરૂ કરતા પહેલા પીએમ મોદીનો સંદેશનું વાંચન કરવામાં આવ્યુ હતુ.પ્રદિપસિંહ જાડેજા યોગના વિવિધ આસનો કરતા જોવા મળ્યા હતા.

૧૪ સ્કૂલ ના બાળકો સહિત સ્થાનીક લોકો સહિત મોટા ભાગ ઉચ્ચ અધિકારીઓ યોગ દિવસ માં હાજર. રાજય ના ગૃહ મંત્રી ગાંધીનગર સેટ્રલ વિસ્ટા પાર્ક ખાતે પહોંચ્યા હતા. યોગની શરૂઆત પેહલા પ્રધાનમંત્રીનો સંદેશો શરૂ કરવામાં આવ્યો.

અમદાવાદ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિશ્વ યોગ દિવસની રાજય ઉજવણીમાં સહભાગી થતાં જણાવ્યું કે દુનિયા ને તનાવ મુકિત વિસ્વ કલ્યાણ અને તે દ્વારા વિશ્વ બન્ધુત્વ ભાવ આત્મિકઙ્ગ ચેતના જગાવવાનો માર્ગ ભારતીય સનાતન સંસ્કૃતિની યોગ સાધના એ બતાવ્યો છે.

રાજયમાં ૭૫ લાખ નાગરિક ભાઈ બહેનો બાળકો સામુહિક યોગ સાધના માં જોડાયા છે તેની સરાહના કરતા વિજય ભાઈ રૂપાણી એ યોગ દિવસને વિશ્વ ખ્યાતિ અપાવવાનું શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપ્યું હતું. તેમણે આ અવસરે આહવાન કર્યું કે સ્વસ્થ અને તંદુરસ્ત તેમજ તનાવ મુકત જીવન માટે સૌ કોઇ આ યોગ સાધના ને એકાદ દિવસ પૂરતી મર્યાદિત ન રાખતા પોતાની દૈનિક જીવન ચર્યા નો કાયમી હિસ્સો બનાવે. રાજયપાલ શ્રી ઓ.પી.કોહલી તેમજ કેન્દ્રીય રાજય મંત્રી પી પી ચૌધરી અને અમદાવાદના મેયર બીજલ પટેલ સહિત મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં યોગ પ્રેમીઓ આ વેળાએ જોડાયા હતા.

અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે પણ યોગ દિવસની ઉજવણી થઈ છે. શહેરના પૂર્વ વિસ્તાર એવા કાંકરિયા ખાતે મોટી સંખ્યામાં લોકો યોગનો અભ્યાસ કરતા જોવા મળ્યા. કાંકરિયા ખાતે સરકારી શાળાના વિદ્યાર્થીઓ નિયમિત કાંકરિયા ખાતે મોર્નિંગ વોક અને યોગ કરવા આવતા લોકો પણ યોગમાં જોડાયા.તો મુસ્લિમ મહિલાએ પણ યોગમાં સામેલ થઈ હતી.

મોડાસા

અરવલ્લી જિલ્લાના મોડાસામાં વિશ્વ યોગ દિવસની અનોખી ઉજવણી કરાઇ છે. અહી બાળકો દ્વારા સ્કેટિંગ કરી યોગ કરાયા છે. અરવલ્લી જિલ્લામાં પ્રથમ વાર આ રીતે સ્કેટિંગ યોગ કરાયા છે. બાળકો દ્વારા સ્કેટિંગ પર વિવિધ યોગાસન કરવામાં આવ્યા હતા. લોકોમાં પણ તેનુ આકર્ષણ જાગ્યુ હતુ.

સુરત

વિશ્વ યોગ દિવસનીઙ્ગ સુરતીલાલાઓએ પણ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી છે. સુરતમાં રાજય સરકારના પ્રધાન ગણપત વસાવા, મેયર, સાંસદ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને યોગા અભ્યાસ કર્યો હતો. સરસાના કનવેન્શન સેન્ટર ખાતે યોગાભ્યાસના કાર્યક્રમમાં કલેકટર સહિતના અધિકારીઓ જોડાયા હતા.તો સાથ જે શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા.

સુરતની ગુરુકુલ સ્વામિનારાયણ શાળામાં યોગ દિવસની ઉજવણી કરી હતી. યોગ કરતા વિદ્યાર્થીઓએ ભારત નકશો માનવ આકૃતિથી બનાવ્યો હતો. આ વિશાળ માનવ આકૃતિમાંઙ્ગ કુલ ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. જેની લંબાઈ ૩૨ મીટર અને પહોળાઈ ૨૪ મીટર હતી. સ્વામીનારાયણ ગુરુકુલ શાળામાં અદભુત યોગના દૃશ્યોથી હાજર સૌ કોઇ આશ્ચર્યમાં મૂકાયા હતા. એક તરફ સ્વાસ્થ્ય માટે ગુણકારી યોગ જયારે બીજી બાજુ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના બતાવતો આ કાર્યક્રમ યાદગાર બની ગયો હતો.

ભારતીય સંસ્કૃતિમાં વણાયેલા યોગ અને આસનને આજે સમગ્ર વિશ્વ સ્વિકારી રહી છે.બોલિવુડના નેતા, અભિનેતાઓ પણ યોગાસન કરી શરીરને તંદુરસ્ત રાખે છે. ત્યારે જાણીતા અભિનેતા સુનિલ સેટ્ટીએ સુરતમાં યોગ દિવસની ઉજવણી કરી હતી. સુનિલ સેટ્ટી વિવિધ યોગાસનનો અભ્યાસ કર્યો હતો. બાબા રામદેવ અને સુનીલ શેટ્ટીએ હાથ ધરેલા 'મીશન ફિટ ઇન્ડિયા' ફેસ્ટીવલ હેઠળ સુરત ખાતે યોગ કાર્યક્રમનું આયોજન થયું હતુ. જેમાં અભિનેતા સુનીલ શેટ્ટીઙ્ગ ઉપસ્થિત રહ્યા હતા અને લોકો સાથે યોગ કરી ફિટનેસ મંત્ર આપ્યા હતા.

બનાસકાંઠા

બનાસકાંઠામાં પણ ચોથા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ. પાલનપુરમાં ૫ હજાર લોકોએ યોગ કર્યા હતા. કેન્દ્રીય પ્રધાન હરિભાઈ ચૌધરી, રાજય કક્ષાના મંત્રી પરબત પટેલ સહિતના નેતાઓ અને લોકોએ યોગ કર્યા હતા.

સાપુતારા

હિલસ્ટેશન ડાંગના સાપુતારા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ છે. સાપુતારા ખાતે આયોજિત યોગ શિબિરમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને યોગના વિવિધ આસન કરીને સ્ફુર્તિ અનુભવી હતી.

(11:58 am IST)