Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારની ખેડૂતોને ભેટ : મગફળીના ટેકાના ભાવમાં વધારો

૨૦૧૮-૧૯ માટે મોદી સરકારે ખરીફ પાકના પ્રતિ કિવન્ટલ ટેકાના ભાવમાં ૪૦૦ રૂપિયા સુધીનો વધારો કરવાનું નક્કી કર્યું છે : પ્રતિ કિવન્ટલ ૪,૮૫૦ રૂ. ભાવ : ભાવઅંતર યોજનાનો અમલ નહિ

નવી દિલ્હી તા. ૨૧ : રાજય સરકારે ૯૦૦ રૂપિયા ટેકાના ભાવે મોટા પ્રમાણમાં મગફળીનો જથ્થો ખરીદ્યો છે. ત્યારે હવે ૨૦૧૮-૧૯ માટે મોદી સરકારે ખરીફ પાકના પ્રતિ કિવન્ટલ ટેકાના ભાવમાં ૪૦૦ રૂપિયા સુધીનો વધારો કરવાનું નક્કી કર્યું છે. ટેકાના ભાવમાં વધારો કરીને મોદી સરકાર ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને મનાવવા માગે છે. મહત્વનું છે કે ૨૦૧૯દ્ગક ચૂંટણી ભાજપ માટે ખૂબ અગત્યની છે. ૨૦૧૭-૧૮માં કેન્દ્ર સરકારે મગફળીનો ટેકાનો ભાવ ૨૦૦ રૂ.થી વધારીને ૪,૪૫૦ રૂપિયા કર્યો હતો.

નેશનલ એગ્રિકલ્ચર કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (NAFED)ના ચેરમેન સુધીર મલ્હોત્રાએ કહ્યું કે, 'ટેકાના ભાવ નક્કી કરવાની પ્રક્રિયા કંટાળાજનક છે. ટેકાનો ભાવ નક્કી કરવા માટે ઉત્પાદનનો વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદન પાછળ થતો ખર્ચ ધ્યાનમાં લેવામાં આવે છે, જેની માહિતી રાજયોના ખેતીવાડી ડિરેકટર આપે છે. પરંતુ આ વખતે કેન્દ્ર સરકાર દ્વારા ખરીફ પાકનો પ્રતિ કિવન્ટલ ટેકાનો ભાવ ૪,૮૫૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.'

નાફેડ કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય હસ્તગત કામ કરતું માર્કેટિંગ કોઓપરેટિવ ઓર્ગેનાઈઝેશન છે. નાફેડે હાલમાં જ મગફળીની ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો ગુજરાત સરકાર પર આરોપ મૂકયો હતો. ત્યારે બીજી તરફ ગુજરાત સરકાર ભાવઅંતર યોજના અમલમાં મૂકવાના મૂડમાં નથી. મધ્યપ્રદેશમાં આ યોજના અમલમાં મૂકાઈ છે. યોજના પ્રમાણે, ઉત્પાદનનો તમામ જથ્થો કોઈ એજંસી નહીં ૧૦૦ ટકા ઉત્પાદન ખર્ચ આપીને સરકાર જ ખરીદી લે, જેમાં માલની ગુણવત્ત્।ાને ધ્યાનમાં ન લેવાય. ટેકાના ભાવ અને બજારની કિંમતનો તફાવત ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવે છે.

સુધીર મલ્હોત્રાએ જણાવ્યું કે, 'બે મહિના પહેલા જ ભાવઅંતર યોજના અંગે ગુજરાત સરકાર સાથે બેઠક થઈ હતી. જેમાં અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદે પ્રેઝન્ટેશન આપ્યું હતું અને મત વ્યકત કર્યો હતો કે, રાજયમાં આ યોજના અમલમાં ન મૂકાવી જોઈએ કારણે પાકની ૧૦૦ ટકા રકમ સરકારે ચૂકવવી પડશે. આનાથી એવા ખેડૂતોને નુકસાન થશે જેમનો પાક સારી ગુણવત્તાનો છે.'

ગુજરાત કિસાન સંગઠનના પ્રમુખ જે.કે. પટેલે કહ્યું કે, 'ખેડૂતો ઉત્પાદન ખર્ચ ગણવાની પદ્ઘતિથી નાખુશ છે. ઉત્પાદન ખર્ચમાં સરકાર માત્ર બિયારણનો ભાવ, ખાતરનો ભાવ અને જંતુનાશક દવાનો જ ભાવ ગણતરીમાં લે છે. અમારી માગ છે કે મજૂરી અને જમીનનો ઘસારો પણ મળે.' નાફેડે આ વર્ષે ગુજરાતમાંથી ૮.૩૦ લાખ ટન મગફળી ખરીદી છે. ટેકાના ભાવની યોજના પ્રમાણે પ્લ્ભ્ પર વધુમાં વધુ ઉત્પાદનના ૨૫ ટકા જથ્થો જ ખરીદી શકાય. ૨૦૧૭-૧૮માં મગફળીનું ૩૨ લાખ ટન ઉત્પાદન થયું છે.(૨૧.૮)

(10:42 am IST)