Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

પાદરા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો કબ્જો: ચાર સભ્યોએ ઘરવાપસી કરતા ભાજપ પાસેથી કોંગ્રેસે સતા આચકી

પાદરા તાલુકા પંચાયતની યોજાયેલ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો. કોંગ્રેસના બળવાખોર 4 સભ્યોએ ઘર વાપસી કરતા ફરી એક વાર તાલુકા પંચાયતે ભાજપા પાસેથી સત્તા આંચકી લીધી હતી. જેમાં પ્રમુખ તરીકે રંજનબેન પઢીયાર અને ઉપપ્રમુખ તરીકે સૈયદ અલી બાપુનો વિજય થયો હતો.

 પાદરા તાલુકા પંચાયત માંથી ભાજપાની સત્તા ગઈ. કોંગ્રેસના જ બળવાખોરોના ટેકાથી ભાજપાએ એક વર્ષ સત્તા સંભાળી હતી. પરંતુ ઘર વાપસી કરતા 4 સભ્યોના કારણે કોંગેસે પુનઃ વિજય મેળવ્યો હતો. જેમાં પ્રમુખ તરીકે રંજનબેન પઢીયાર ગામેઠા અને ઉપપ્રમુખ તરીકે સૈયદ અલી સૈયદ બાપુ સાધી ની વરની કરવામાં આવી હતી.

(8:54 am IST)