Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ઝઘડિયા બેન્કમાંથી રૂપિયા ઉપાડીને નીકળેલા શખ્શને ચપ્પું બતાવી લૂંટ

આરોપીએ બેંકમાં સ્લીપ ભરી અપાઈ હતી :બેન્ક બહાર લૂંટને અંજામ આપ્યો

ઝઘડીયામાં ધોળા દિવસે બેંકમાંથી રૂપીયા ઉપાડી નીકળેલા શખ્શને ચપ્પુ બતાવી મારઝૂડ કરી ને પચ્ચીસ હજાર રોકડા લુટીને બે આરોપીઓ ફરાર થઇ જતા ચકચાર જાગી છે લુટારૂઓએ લૂંટ ચલાવતા પહેલા બેંકમા ભોગ બનનારને રૂપીયા ભરવાની સ્પીપ પણ ભરી આપીને મદદ કરી હતી. બાદમાં ખાતેદાર દ્વારા રૂપીયા ઉપાડી બેંકની બહાર નીકળી બજારમા જતી વખતે બેંકની નજીક માંજ લુટારૂઓએ લૂંટને અંજામ આપ્યો હતો.

  અંગેની વિગત મુજબ ઝઘડીયાના પડવાણીયા ગામના વતની અને હાલ રાણીપુરા ખાતે રહેતા શાંતિ કેસુરભાઈ વસાવા(..૫૦ )જી.આઈ.ડી.સી.માં હેલ્પર તરીકે નોકરી કરે છે.તેઓ  ઝઘડીયાની સ્ટેટ બેંકમાં ઘરના પતરાની ખરીદી કરવા માટે રૂપીયા ઉપાડવા ગયા હતા.ખાતેદારને રૂપીયા ઉપાડવાની સલીપ ભરતા આવડતું હતું. એટલે બાજુમાં બે અજાણ્યા ઇસમોને સલીપ ભરવા કહ્યું હતું.બાદમાં જયારે તેઓ શાંતિભાઇ રૂપીયા ઉપાડી બેંકની બહાર નીકળી બેંકની થોડે દુર ગયા ત્યારે જેણે તેમને સ્લીપ ભરી મદદ કરી હતી તે બે ઇસમોએ શાંતિભાઈને ચપ્પુ બતાવીને તેમની પાસે કાપડની થેલીમાં મુકેલા રૂપીયા ૨૫,૦૦૦ કાઢીને ભાગી ગયા હતા. બનાવ અંગેની શાંતિભાઈએ ઝઘડીયા પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે રૂપિયા લૂંટી ફરાર બે આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

(7:04 pm IST)