Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

દક્ષિણ ગુજરાતના આઇટી અધિકારીઓને સર્ચ અને સર્વે કામગીરની અપાશે તાલીમ :સુરતમાં કેન્દ્ર શરુ

 

સુરત: દક્ષિણ ગુજરાતનાં આવકવેરા અધિકારીઓને સર્ચ અને સર્વેની કામગીરીની તાલિમ આપવા માટે સુરતમાં એક તાલિમકેન્દ્ર શરુ કરાયું છે. જેનું ઉદ્ઘાટન મુખ્ય આવકવેરા અધિકારી અજય મહેરોત્રોનાં હસ્તે કરાયું હતું.

  સુરતના અડાજણ વિસ્તારમાં આવકવેરા વિભાગની નવી કચેરી અનાવિલ કોમ્પલેક્ષ ખાતે શરુ થઈ છે. આવકવેરા વિભાગની નવી કચેરી ખાતે  સર્ચ, સર્વે અને સીઝરની કામગીરનું પ્રશિક્ષણ દક્ષિણ ગુજરાતનાં વાપી, વલસાડ, નવસારી, તથા સુરતનાં આવકવેરા અધિકારીઓને આપવામાં આવશે.

 કેન્દ્રમાં આધુનિક લાઈબ્રેરી અને અત્યાધુનિક પ્રોગામથી સજ્જ કોમ્યુટર્સને રાખવામાં આવ્યા છે. જેથી તેનો ઉપયોગ કરીને અધિકારીઓ તેનો સર્ચ અને સર્વેની કામગીરીમાં ઉપયોગ કરી શકે.

  ઉદઘાટનનાં પ્રથમ દિવસે આવકવેરા નિરીક્ષકો માટે એક તાલિમ શીબીરનું આયોજન કરાયું છે. જેમાં ૧૫ અધિકારીઓએ ભાગ લીધો હતો. શીબીરમાં અમદાવાદનાં ડાયરેક્ટર ટેક્ષ પ્રશિક્ષણ સંસ્થાના ડાયરેક્ટર એન. આર. સોની સાથે અધિકારીઓ રાજીવ નાયર, આનંદકુમાર ઉપસ્થિત રહ્યા હતાં.

(10:00 pm IST)