Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

વડોદરાના લંપટ ડોક્ટરનો અશ્લીલ વિડીયો વાયરલ કરવાના આરોપી ઉપસરપંચની જમીન અરજી ફગાવાઈ

ડોક્ટરને બ્લેકમેલ કરીને નાણાં પડાવ્યા :નૈતિક ફરજ અને હોદાનો દુરુપયોગ કર્યો :આરોપીને મુક્ત કરાય તો ખરાબ અસર પડશે

 

વડોદરાના અનગઢમાં ક્લિનિક ધરાવતા ડોકટરે મહિલાઓ સાથે અશ્લીલ હરકત કરી હતી તેનો વિડિયો સોશ્યલ મિડિયા ઉપર વાયરલ કરવાનો આરોપ ધરાવતાં ગામના ડે.સરપંચ મહેન્દ્ર ગોહીલની જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજુર કરી છે.

  જામીન અરજીના ચુકાદામાં અદાલતે નોંધ્યુ છે કે, મુખ્ય આરોપી ડોકટરને બ્કેલમેઈલ કરીને તેની પાસેથી નાણાં પડાવી લેવાનું કૃત્ય આચર્યુ છે આરોપી મહેન્દ્ર કાંતિલાલ ગોહીલ (રહે, અનગઢ) ગામના ડે.સરપંચ છે અને તેમની ફરજ સતત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટેના પ્રયત્નો કરવાની છે આમ છતાં કાયદેસરની નહીં પરંતુ નૈતિક ફરજ પણ ચુકી ગયા છે અને હોદ્દાનો દૂરઉપયોગ કર્યો છે. ગામની મહિલાઓની લાજ અને ગરીમાની ચિંતા કર્યા વગર સોશ્યલ મિડિયા ઉપર વિડિયો વાયરલ કર્યો છે. ફરીયાદવાળો ગુનો નીતિમત્તાના ધોરણને સ્પર્શતો ગુનો છે જો આરોપીને જામીન ઉપર મુકત કરવામાં આવે તો તેની સમાજમાં ખરાબ અસર પડશે.

(1:11 am IST)