Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

સુરત જીઆઇડીસી વિસ્તારમાં આઠ વર્ષના બાળકે ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું

બ્રેઈન ટ્યુમરની બીમારીથી કંટાળી આપઘાત કર્યાનું પ્રાથમિક અનુમાન

 

સુરતના જીઆઈડીસી વિસ્તારમાં આઠ વર્ષના બાળકે ગળેફાંસો ખાઇને આયખું ટુંકાવતા અરેરાટી મચી જવા પામી છે ધોરણ-2માં અભ્યાસ કરતા બાળકકે બ્રેઈન ટ્યુમરની બીમારીથી કંટાળી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહયું છે

  અંગે જાણવા મળતી વિગત મુજબ સુરતના સચિન GIDCમાં ઉમંગ રેસિડેન્સીના રૂમ નં. 401માં રહેતા અને  કાપડના ખાતામાં કામ કરતા સંજયભાઈ પટેલના આઠ વર્ષ પુત્ર અક્ષયે બુધવારે બપોરે સાડા બાર વાગ્યે પોતાના ઘરે પંખા સાથે નાઇલોનની દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી

  પોલીસ પ્રાથમિક તપાસ મુજબ અક્ષય અને તેની માતા ઘરે હતા.માતા ઘરની બહાર દરવાજા પાસે અન્ય મહિલા સાથે વાત કરી રહ્યા હતા. જ્યારે અક્ષય રમતા રમતા ઘની બહાર ગયો હતો. માતા વાતો કરતી હતી ત્યારે ઘરની અંદર અક્ષય મોતની તૈયારી કરી રહ્યો હતો. પંખા સુધી પહોંચવા માટે અક્ષયે ખુરશી, ગોદડું અને ઓશિકાઓનો સહારો લીધો હતો. ત્યારબાદ પંખાના હૂક સુધી પહોંચ્યા પછી નાઇનોલની દોરી બાંધીને લટકી ગયો હતો. માતા જ્યારે ઘરના આવ્યા ત્યારે અક્ષર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. દ્રશ્યને જોતા માતા ચક્કર ખાઇને ઢળી પડી હતી. સ્વસ્થ થતાં અક્ષયના માતાએ પોલીસ સમક્ષ એવી વાત કરી હતી કે તેના પુત્રને બ્રેઇન ટ્યૂમરની બીમારી હોવાનો ખ્યાલ જ્યારથી આવ્યો ત્યારથી તેની તમામ ઇચ્છા પૂરી કરવામાં આવતી હતી. તે જે વસ્તુ માગે તે લાવી આપતા હતા. તે આટલી નાની ઉમરે આવું પગલું ભરશે એવો તો સ્વપ્નેય ખ્યાલ હતો. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે આવી ઘટના સાંભળીને પણ પોલીસ પણ ચોંકી ગઇ હતી.

(12:15 am IST)
  • ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે ભેદી ધડાકો: લોકો ધરની બહાર દોડી ગયા : ધોકડવાના આસપાસના ગામો સહીત ગીર જંગલમા ભેદી ધડાકાનો અવાજ સંભળાયો: લોકોના જણાવ્યા પ્રમાણે આકાશથી પસાર થઈ રહેલ વિમાન નિકળી રહ્યુ હતુ ત્યાંરે થયો ભેદીધડાકો: ધોકડવાના અબાની ધાર વિસ્તારમા લોકોના મકાનનો સેલ્બ તેમજ નળીયા વાળા મકાનના નળીયા પણ હલબલી ગયા access_time 6:57 pm IST

  • કાલે શુક્વારે પેટ્રોલમાં 14 પૈસાનો ઘટાડો થશે :ડીઝલના ભાવ યથાવત રહેશે :આજે ગુરુવારે પેટ્રોલ અને ડીઝલમાં લિટરે 11 પૈસાનો ઘટાડો કરાયા બાદ શુક્રવારે ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરાશે નહીં :પેટ્રોલના ઘટ્યા સવારે છ વાગ્યાથી લાગુ પડશે access_time 12:33 am IST

  • ફૂટબોલ ફેન્સ ગાંડાતૂર :લાઈવ રિપોર્ટિંગ વેળાએ મહિલા પત્રકારને કિસ કરી નાખી ;સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ : ફિફા વર્લ્ડ કપનો ખુમાર અને ફૂટબૉલ પ્રેમીઓ રસ્તા પર ઉતરી આવ્યા :જશ્ન વચ્ચે કેટલાક લોકો પોતાની મર્યાદા ભૂલ્યા મહિલા પત્રકાર સાથે ગેરવર્તણૂક access_time 1:09 am IST