Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

નર્મદા સુગર ફેકટરીમાં 11.30 લાખ મેટ્રિક ટન શેરડીનું રેકોર્ડ બ્રેક પિલાણ થતા ચરમેને સૌને અભિનંદન પાઠવ્યા

40 હજાર એકર ખેતરમાંથી સુગરે 11.30 લાખ મેટ્રિક ટન શેરડીની રેકોર્ડ બ્રેક કાપણી કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા ધારીખેડા સુગર ફેકટરીમાં 11.30 લાખ મેટ્રીક ટન શેરડીનું પિલાણ થયું છે જે સૌથી મોટી સિધ્ધિ અને રેકોર્ડ બ્રેક પિલાણ કહી શકાય
નર્મદા જીલ્લાની જીવાદોરી સમાન નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરીની 11.30 લાખ મેટ્રિક ટન શેરડીના પીલાણના લક્ષ્યાંક સાથે પુનઃ એકવાર નવી સીઝન માટે શરુઆત કરી છે. જેમાં ચાલીશ હજાર એકર ખેડૂતોના ખેતર માથી 11.30 લાખ મેટ્રિક ટન શેરડીની કાપણી કરી આ રેકોર્ડ બ્રેક કર્યો છે,આ પ્રસંગે સુગરના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલએ નર્મદા સુગરના કર્મચારીઓ અને સભાસદોને રૂબરૂ મળી અભિનંદન પાઠવ્યા હતા
આ તબક્કે નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે 11.30 લાખ મેટ્રિક ટન શેરડી પિલાણ થતાં ખેડૂતોને શેરડીનો સારો ભાવ મળે સાથે સાથે ખેડૂતોની આવક બમણી કરવાનો અમારો પ્રયાસ છે.

(11:41 pm IST)