Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ફરીવાર કમોસમી વરસાદ આગાહી: દક્ષિણ ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ

25મીએ સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં વરસાદ વરસવાની આગાહી

અમદાવાદ : ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં ફરીવાર કમોસમી વરસાદને લઇને આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, 'રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે જેના લીધે દક્ષિણ ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી શકે છે.' ત્યારે 25મી દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે

(9:15 pm IST)