Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

અમદાવાદમાં પરિણીતાને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા :બ્લેકમેઈલ કરી: આરોપીને જેલહવાલે કરાયો

એક સંતાનની માતાને હેરાન કરતા યુવકે સગાઈ કરી લેતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો

અમદાવાદ: અમદાવાદમાં સોશિયલ મીડિયા થકી થયેલો પરિચય પ્રેમ સંબંધમાં પરિણમ્યો. લગ્નની લાલચ આપી શારીરિક સંબંધો બાંધ્યા જોકે યુવકે અન્ય યુવતી સાથે સગાઈ કરી લેતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

 મળતી વિગત મુજબ  રાણીપ વિસ્તારમાં રહેતા ભાવિન ભાવસારનો પરિચય વર્ષ 2019 માં ભોગ બનનાર પરિણીતા સાથે થયો હતો. જે બાદ આરોપી યુવકે યુવતી ને મળવા બોલાવી હતી. જે બાદ આરોપી અવારનવાર સેટેલાઈટ વિસ્તારમાં પરિણીતાના ઘરે અવરજવર કરતો હતો અને તેને લગ્નની લાલચ આપી પરિણીતાના પતિ જ્યારે નોકરી પર હતા ત્યારે તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને બાદમાં અવારનવાર તે ફોન કરીને પરિણીતાને હેરાન કરતો હતો.

આરોપી યુવક અવારનવાર યુવતીના ઘરે જઈને તેને હેરાન કરી પોતાની સાથે વાત કરવા માટે દબાણ કરતો હતો. જે બાદ ફરીવાર આરોપી એ યુવતીને લગ્નની વાત કહીને મળવાનું જણાવ્યું હતું. યુવતીએ આરોપીને મળતા તેણે આરોપી સાથે શારીરિક સંબંધો બાંધવાનું કહેતા પરિણીતાએ ના પાડતા તેણે પોતાના પરિણીતા સાથેના સંબંધોની જાણ તેના પતિને કરી દેવાની ધમકી આપી હતી અને ફરીવાર તેની પર દુષ્કર્મ આચર્યું હતું.

આરોપીએ અંતે યુવતી સાથે લગ્ન ન કરી અન્ય યુવતી સાથે હાલમાં જ સગાઈ કરી લીધી હતી. જે બાબતની જાણ પરિણીતાને થતાં તેણે પોતાના પતિને સમગ્ર હકીકત જણાવી હતી. જે બાદ યુવતીના પતિએ આરોપીને ઘરે બોલવાનું કહેતા પરિણીતા એ આરોપીને પોતાના ઘરે બોલાવી પોલીસને ફોન કરી ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે.

આ મામલે પોલીસે પુરાવાઓ એકત્ર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે યુવક અપરણિત હતો જ્યારે યુવતી પરણિત હતી અને એક સંતાનની માતા પણ હતી ત્યારે લગ્નની લાલચ આપી હેરાન કરી અને બાદમાં યુવકે સગાઈ કરી લેતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસે ફરિયાદી યુવતીની ફરિયાદ પરથી યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(8:37 pm IST)